પોરબંદર

પોરબંદરમાં પાવૈયાના મઠના ગાદીપતિએ કોલીખડા નજીક હાઇવે પર થી વાહન ચાલકો પાસે ઉઘરાણા કરતા શંકાસ્પદ કીન્નરોને પકડી લીધા હતા.અને પોલીસ ને સોપી દીધા હતા.પોલીસે લોકોને હેરાન ન કરવા શાન માં સમજાવ્યા હતા.

પોરબંદરના કોલીખડા,ત્રણ માઈલ અને વનાણા ટોલનાકા નજીક હાઇવે પર છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક કિન્નરો વાહનચાલકો ને પરેશાન કરતા હોવાની ફરીયાદો ઉઠી હતી.પોરબંદર માં રાજાશાહી જમાનાથી આવેલ પાવૈયા ના મઠમાં ચાર વર્ષથી ગાદીપતિ તરીકે સેવા આપતા મઠના માતા નાયક પારૂલદે (સીમાદે માયાદે) પાસે પણ તે અંગે ફરીયાદો આવી હતી કે તેના મઠના નામે વાહન ચાલકો સહિત લોકોને હેરાન કરીને કીન્નરો પૈસાના ઉઘરાણા કરી રહ્યા છે.

જેથી તેઓ જાતે કોલીખડા નજીક હાઈવે પર દોડી ગયા હતા. અને પૈસાના ઉઘરાણા કરી રહેલા કીન્નરોની પુછપરછ કરતા તેઓ પારૂલદેના માણસો હોવાનું જણાવતા પારુલદે ચોંકી ઉઠ્યા હતા.અને તેઓને ઉદ્યોગનગર પોલીસ ને સોપી દીધા હતા.પારૂલદેએ જણાવ્યું હતું કે હાઈવે પર નકલી પાવૈયાઓનો ત્રાસ વધતો જાય છે.તેમાંથી ઘણા ખરા શખ્સો પુરૂષો છે.અને પાવૈયાના સ્વાંગમાં ઉઘરાણા કરી રહ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે, પારૂલદે દ્વારા સોંપવામાં આવેલા કીન્નરોની પુછપરછ કરતા તેઓ ભાવનગર પંથકના હોવાનું સામે આવ્યું હતું તેઓને સ્પષ્ટ સુચના આપીને લોકોને હેરાન ન કરવા જણાવ્યું છે.અને તેમના વિસ્તારમાં ચાલ્યા જવા સમજ કરવામાં આવી છે.

જુઓ આ વિડીયો