પોરબંદર

પોરબંદરના ખારવાવાડમાં દારૂનાં ધંધાર્થીઓ અને પોલીસ ની સાંઠગાંઠ અંગે વિડીયો વાઈરલ કરનાર પૂર્વ બુટલેગર પર કેટલાક શખ્સોએ ધોકા, છરી વડે હુમલો કરતા યુવાન ને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે.

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતો સાગર ઉર્ફે ડબલુ મુળજીભાઈ મોતીવરસ નામનાં યુવાને છેલ્લા થોડા દિવસ થી ખારવાવાડ વિસ્તાર માં પોલીસ ની સાંઠગાંઠ થી ચાલી રહેલા દારુ નાં ધંધા અંગે વિડીયો બનાવી સોસ્યલ મીડિયા માં વાઈરલ કર્યો હતો.જેમાં તે વિસ્તાર માં કોણ કોણ અને ક્યાંથી દારૂ લાવે છે ક્યાં વેચે છે.એ ક્યાં પોલીસ ને કેટલો હપ્તો આપે છે.તે અંગે નામજોગ વિડીયો વાઈરલ કર્યો હતો.ત્યાર બાદ આજે યુવાન ને ગંભીર ઈજાઓ સાથે સરકારી હોસ્પીટલે સારવાર માં ખસેડાયો છે.

જ્યાં તેણે મીડિયા સાથે વાતચીત માં જણાવ્યું હતું કે પોતે અગાઉ દારૂ નો ધંધો કરતો હતો.અને પાસા માં પણ જઈ આવ્યો છે.ત્યાર બાદ તેણે દારૂ નો ધંધો મૂકી દીધો હતો.પરંતુ તેના વિસ્તાર માં હજુ પણ ખુલ્લેઆમ દેશી દારૂ નાં હાટડા ચાલી રહ્યા છે.જે અંગે તેણે અવાજ ઉઠાવતા આજે તે તેના મિત્ર જીગ્નેશ નાં ઘરે હતો.ત્યારે તે વિસ્તાર ની મહિલા બુટલેગર અને તેના સાગરીતોએ તેના પર બેઝબોલ નાં ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો.અને મિત્ર નાં ઘરે તોડફોડ કરી હતી.અને તેને મારતા મારતા બહાર નાં ચોક સુધી લાવ્યા હતા.અને ચોક માં પણ સરાજાહેર તેને માર માર્યો હતો.ગંભીર ઈજાગ્રસ્ત સાગર ને સારવાર માટે રીક્ષા માં ન લઇ જવા પણ હુમલો કરનાર શખ્શો એ રિક્ષાચાલકો ને જણાવ્યું હતું આથી તે ૧૦૮ ની રાહ માં ૧૫ મિનીટ સુધી ચોક માં જ કણસતો રહ્યો હતો.૧૦૮ આવતા તેના મારફત સાગર ને સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.જો કે બનાવ અંગે જાણ હોવા છતાં સાંજ સુધી પોલીસ તેનું નિવેદન લેવા પણ ન આવી હોવાનું સાગરે જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો