પોરબંદર

પોરબંદરમાં તુલસિવિવાહ દરમ્યાન ત્રણ સંસ્થા દ્વારા મધ્યમ વર્ગની દીકરીના લગ્ન કરાવી સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. અને આ દીકરીને દોઢલાખ જેટલું કરિયાવર આપવામાં આવ્યું હતું.

પોરબંદરના પોરબંદરના ભાવેશ્વર ગરબી મંડળ,ઓમ ગ્રુપ અને મેરી સહેલી ગ્રુપ દ્વારા ભાવેશ્વર મંદિર ખાતે તુલસી વિવાહ ની ઉજવણી ની સાથે સાથે એક મધ્યમવર્ગ પરિવારની દીકરીના લગ્ન ધામધૂમ પૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે લગ્ન માં જાન વાજતેગાજતે ગરબી મંડળ ના પ્રમુખ ઉપેન્દ્રભાઈ શુક્લ ને ત્યાંથી આવી હતી.વિવાહ માં સંગીત ના સથવારે લગ્નગીત નું આયોજન કરાયું હતું.લગ્ન માં દિકરીને દોઢ લાખ રૂપિયાનો કરિયાવર પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.આ લગ્ન વિધિમાં રાજલબેન વિશાલભાઈ ચુડાસમાએ કન્યાદાન કર્યું હતું.આ લગ્ન પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા, ડો. સુરેશભાઈ ગાંધી,સ્વસ્તિક ગ્રુપ ના તમામ સભ્યો સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગને સફળ બનાવવા સંજય ભાઈ માળી,મેરી સહેલી ગ્રુપ ના પ્રમુખ શોભનાબેન દવે સહિતના ત્રણેય સંસ્થાના આગેવાનોએ જહેમત ઉઠાવી તુલસી વિવાહ પ્રસંગે દીકરીના લગ્ન કરાવી સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો હતો.

જુઓ આ વિડીયો