પોરબંદર

પોરબંદર માં મકરસંક્રાંતિ ની રાત્રી એ ભાજપ ના બે સુધરાઈ સભ્યો સહીત ૧૧ શખ્શો એ બે યુવાનો ને મોત ને ઘાટ ઉતર્યા હતા.જે બનાવ માં પોલીસે અગાઉ 9 શખ્સો ને ઝડપી લીધા બાદ બાકી રહેતા બે શખ્સો ભાજપી સુધરાઈ સભ્ય અને તેના પુત્ર ની પણ પોલીસે ધરપકડ કરી કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેના એક દિવસ નાં રિમાંડ મંજુર કર્યા છે.

પોરબંદરના વીર ભનુ ખાંભી પાસે મકરસંક્રાંતિ ની રાત્રે પાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ ના હારેલા ઉમેદવાર વનરાજ પરબતભાઈ કેશવાલા તેના ભાઇ રાજ,તેના મિત્રો પ્રકાશ જુંગી તથા કલ્પેશ ભૂતિયા પર પાલિકા ના ભાજપ ના સુધરાઈ સભ્યો ભીમા કેશવ ઓડેદરા તેનો પુત્ર નીલેશ,અન્ય સુધરાઈ સભ્ય રામા રૈયા સહીત ૧૧ શખ્સો એ પિસ્તોલ અને રિવોલ્વર વડે ફાયરીંગ કરી,તલવાર બેઝબોલ ના ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં વનરાજ તથા પ્રકાશ ને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે રાજ તથા કલ્પેશ ના મોત નીપજ્યા હતા.પાલિકા ની ચૂંટણી ના મનદુઃખ માં થયેલ આ હત્યાકાંડ માં પોલીસે અગાઉ 9 આરોપીઓ ને ઝડપી લીધા હતા.જયારે બાકી રહેતા બે શખ્સો ભાજપ નાં સુધરાઈ સભ્ય ભીમા કેશવ ઓડેદરા તથા તેના પુત્ર નીલેશ ની પણ ગઈ કાલે પોલીસે ધરપકડ કરી હતી.અને તેઓને રિમાંડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેના એક દિવસ નાં રિમાંડ મંજુર કર્યા છે.રિમાંડ દરમ્યાન બન્ને ને પંદર દિવસ સુધી કોને આશરો આપ્યો હતો.અને નાસી ને તેઓ ક્યાં ગયા હતા તે સહિતની હકીકત સામે આવશે તેવી આશા પોલીસ સેવી રહી છે.

જુઓ આ વિડીયો