પોરબંદર

પોરબંદર માં કર્મચારી મહામંડળ દ્વારા નવી પેન્શન યોજના શેર બજાર આધારિત હોવાથી અસુરક્ષિત હોવાનું જણાવી જૂની પેન્શન યોજના લાગુ કરવા કલેકટરને આવેદન પાઠવ્યું છે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગઠીત Team OPS Gujarat તેમજ NOPRUF-ગુજરાત દ્વારા NPS ના બદલે “જૂની પેન્શન યોજના” લાગું કરવા પોરબંદર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોરબંદર જિલ્લાના તમામ કેડર, ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ/અધિકારીઓ/શિક્ષકો બહોળી સંખ્યામાં હાજર રહેલ અને પોતાની રજૂઆત તેમજ રોષ વ્યક્ત કરેલ.

શેર બજાર આધારીત નવી વર્ધીત પેંન્શન યોજના(NPS)ના સ્થાને જુની પેંન્શન યોજના લાગું કરો, શોષણકારી અને અન્યાયી એવી ફિક્સ પગારની નીતિ તત્કાલ બંધ કરી સુપ્રિમ કોર્ટમાં છેલ્લા ૧૦ વર્ષથી ચાલતો ફિક્સ પગારનો કેસ પરત ખેંચી અત્યાર સુધીના તમામ લાભો આપો તેમજ સાતમા પગાર પંચ લાગું થયે ૦૬ વર્ષ જેટલો સમય થયો હોય કેંન્દ્રના ધોરણે તાત્કાલીક તમામ ભથ્થાઓની અમલવારી શરૂ કરવા તેવી માંગણીઓ સાથે પોરબંદર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ.

પેંન્શન એ બંધારણની રાજ્ય યાદીનો છે અને પચ્ચીમ બંગાળસહિતના અનેક રાજ્યોમાં હાલમાં જુની પેંન્શન યોજના જ અમલમાં છે.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ગ ૧ થી ૦૪ના કર્મચારીઓ/અધિકારીઓ/શિક્ષકો માટે કેંન્દ્રના ધોરણે નવી વર્ધીત પેંન્શન યોજના(NPS) ફરજીયાત પણે લાગું કરવાનો નિર્ણય લિધેલ છે.નવી વર્ધીત પેંન્શન યોજના અત્યંત અસ્થિર, અસુરક્ષિત અને શેરબજાર આધારીત યોજના હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.NPS કપાત નાણાંનું રોકાણ અત્યંત અસ્થિર અને અણધાર્યા એવા શેરબજારમાં થતું હોઇ તે જાહેરહિતમાં કે કર્મચારીઓના હિતમાં ન હોવાનું આગેવાનોએ જણાવેલ.તાજેતરમાં જ વયનિવૃત/અવસાન પામેલ કર્મચારીઓ/વારસદારોને ૨૦૦૦/-થી પણ ઓછું એવું નજીવું પેંન્શન બંધાઇ રહ્યું છે જેના લિધે વ્રુદ્ધાવસ્થામાં જીવન નિર્વાહ ચલાવવો ખૂબ જ કપરો હોવાનું હાજર કર્મચારીઓએ જણાવ્યું હતું.

આથી ગુજરાત સરકાર પણ NPS ધારકના અવસાન બાદ વારસદારોને કેંન્દ્રના ધોરણે “કુટુંબ પેન્શન” આપવાનું શરૂ કરે અને સત્વરે ગુજરાત સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ/શિક્ષકો માટે નવી વર્ધીત પેન્શન સ્કીમ(NPS)ને બંધ કરી જૂની પેન્શન યોજના (OPS) અમલી કરે એવી પ્રબળ માંગણીઓ વ્યક્ત કરેલ. વિકસિત ગુજરાત રાજ્યમાં કર્મચારીઓને ૦૫ વર્ષ સુધી ફિક્સ પગાર આપવાની શોષણકારી અને અન્યાયકારી નિતી અમલમાં છે તે તાત્કાલીક બંધ કરી “સમાન કામ માટે સમાન વેતન” આપે તેમજ ૨૦મી જાન્યુ.-૨૦૧૧ના રોજ માન. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કર્મચારીઓની તરફેણમાં આપેલ ચૂકાદાનો સરકાર અમલ કરે અને તત્કાલ નામ. સુપ્રિમ કોર્ટમાંથી ફિક્સ પેનો કેસ પરત કરી કર્મચારીઓને તમામ લાભો આપવા વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ચૂકવવા માંગણી કરેલ છે.

છેલ્લા ૦૬ વર્ષથી સાતમા પગાર પંચ મુજબના ભથ્થાઓ ચૂકવાતા નથી, ભથ્થાઓનું એરીયર્સ મળવાપાત્ર ન હોય સરકાર આ બાબતે માત્ર સમિતિ બનાવી વિલંબ કરી રહી છે આથી કેંન્દ્રના ધોરણે તાત્કાલીક સાતમા પગાર પંચ મુજબના ભથ્થાઓ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ચૂકવવા માંગણી કરેલ છે. જો સરકાર દ્વારા આ બાબતોનો સત્વરે નિકાલ નહિ આવે તો આગામી દિવસોમાં અમો ધારાસભ્યો, સંસદ સભ્યોને આવેદનપત્ર, રેલી વગેરે કાર્યક્રમો રાજ્યકક્ષાએથી આપવાના છીએ એમ Team OPS Gujaratના પોરબંદર જિલ્લાના ચીફ કન્વિનર તેમજ NOPRUF(નેશનલ ઓલ્ડ પેંન્શન રીસ્ટોરેશન)-ગુજરાતના ઓર્ગેનાઇઝેશનલ દ્વારા જણાવેલ છે.

જુઓ આ વિડીયો