પોરબંદર

પોરબંદર માં ગાય અને આખલા પર એસીડ ફેંકવાના તથા છરી મારવાના બનાવો સામે આવ્યા છે આથી આ અંગે વિહિપ અને બજરંગદળના કાર્યકરોએ પીઆઈને આવેદન પાઠવી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા કીર્તિમંદિર પોલીસ મથકે પીઆઇ ને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે,મેમણવાડા વિસ્તાર માં વર્ષોથી હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે.અને વર્ષોથી ભાઈચારાની ભાવના સાથે રહે છે.પરંતુ આ વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વોના પગ પેસારાના કારણે વારંવાર અશાંતિનો માહોલ ઉભો થઇ રહયો છે.તાજેતરના બનાવોમાં મેમણવાડા વિસ્તારમાં ગૌ-માતાઓની હત્યા કરવાના કાવતરાના ભાગરૂપે 10 થી 15 ગૌ-માતાઓ પર એસીડ તેમજ છરીઓના ઘા કરીને ઈંજા પહોંચાડી છે.શહેર ની શાંતિપ્રિય જનતામાં અશાંતિનો પલીતો ચાંપવામાં માહિર અસામાજીક તત્વોને ‘‘નૈત્રમ’’ સી.સી.ટીવી કેમેરાઓની મદદ થી તાત્કાલીક પકડવામા આવે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય.ઉપરાંત મેમણવાડા વિસ્તારોમાં ખાંડીકાંઠો, મેમણવાડા, ખત્રીવાડ, વિરડીવાસ, ઠકકર પ્લોટ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ વધારવામા આવે તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.રજૂઆત માં નીલેશભાઈ કિશોર,ગાંગાભાઇ માલદેભાઈ ઓડેદરા સહીત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ આ વિડીયો