પોરબંદર

પોરબંદર માં પાંચ દાયકા થી ખાદી ભંડાર સાથે જોડાયેલા પરિવારે તેના પૌત્ર ની જનોઈ પ્રસંગે ખાદીના રૂમાલમાં કંકોત્રી બનાવી ખાદી ઉદ્યોગને વેગ મળે તે હેતુથી નવતર પ્રયોગ કર્યો છે.આ કંકોત્રી આકર્ષણ નું કેન્દ્ર બની છે.

સમગ્ર દેશને અહિંસાનો બોધ આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ના નામથી જશ ખાટનારા નેતાઓ દ્વારા ફક્ત ગાંધી જ્યંતીના દિવસે જ ખાદી ધારણ કરી મોટામોટા ભાષણો સાથે ગાંધીજીના આદર્શો જીવનમાં ઉતરવાની સુફીયાણી સલાહો આપતા હોય છે.પરંતુ બાકી ના દિવસો માં ખાદી નો ત્યાગ કરી ડિઝાઈનર સુટ પહેરતા અને ગાંધી વિચારધારા ને નેવે મુકતા નજરે ચડે છે.ત્યારે ગાંધીભુમી માં ખાદી ઉધોગને વેગ મળે અને ખાદીનો વ્યાપ વધે,ખાદીના ઉદ્યોગો સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે તે માટે ખાદિ ભંડાર સાથે પાંચ દાયકાથી સંકળાયેલ રમેશભાઈ વિઠલાણી એ તેના પૌત્ર કિશન ની જનોઈ પ્રસંગ ઉજવણી કરવાની હોવાથી તેઓએ ખાદીના રૂમાલમાં વોશેબલ કંકોત્રી પ્રિન્ટ કરાવી પોતાના કુટુંબીજનોને અને મિત્ર વર્તુળને મોકલાવી છે.

અંદાજે 300 જેટલા રૂમાલમાં વોશેબલ કંકોત્રી પ્રિન્ટ કરાવી છે.અને આ કંકોત્રી રૂમાલ ધોવામાં આવે એટલે પ્રિન્ટ નીકળી જશે અને આ ખાદીનો રૂમાલ લોકો ઉપયોગમાં લઈ શકશે.કિશન ના પિતા જીતેશભાઇ પણ પણ છેલ્લા દોઢ દાયકાથી ખાદી ભંડાર માં ફરજ બજાવી રહ્યા છે.તેઓએ જણાવ્યું હતું કે આ નવતર પ્રયોગ ખાદી ઉદ્યોગ ને પ્રોત્સાહન મળે તે માટે કરવામાં આવ્યો છે.કાગળ ની કંકોત્રી બનાવવામાં આવે તો કાગળ માટે વૃક્ષો નું નિકંદન કાઢવામાં આવે છે.અને તેનો અન્ય કોઈ ઉપયોગ થઇ ન શકે.જેથી ખાદીના રૂમાલમાં પ્રિન્ટ કરાવી જનોઈ પ્રસંગની કંકોત્રી બનાવી છે. જેથી લોકોમાં ખાદી પ્રત્યે જાગૃતિ આવી શકે.

વધુ માં તેઓએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર ખાદી ના કપડા જ પહેરે છે.અને જનોઈના પ્રસંગમાં પણ ડિઝાઈનર કપડા ખાદીના જ પહેરશે તેવું જણાવ્યું હતું.ગાંધીભુમી માં ખાદી ના ઉપયોગ ને વેગ આપવા કરાયેલા આ નવતર પ્રયોગ ને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ગાંધીજી એ ખાદીને ગ્રામ રોજગારી અને પરદેશી કાપડ ને અટકાવવા નું અસરકારક શસ્ત્ર માન્યું હતું.ખાદી માત્ર વસ્ત્ર નહી વિચાર છે” “ખાદીશક્તિ અને રેંટિયા”ની તાકાતથી હિન્દુસ્તાનનાં લાખો ગરીબોની ગરીબીને નાથીને આઝાદી મેળવવાનું માધ્યમ બની શકે તેવું ગાંધીજીનું માનવું હતું.

જુઓ આ વિડીયો