પોરબંદર

પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે.હજુ અનેક લોકો કોરોના ના લક્ષણ હોવા છતાં રીપોર્ટ કરાવ્યા બાદ પોઝીટીવ આવશે તો દસ દિવસ સુધી સરકારી હોસ્પિટલ માં સારવાર લેવી પડશે તેવા ભય ના લીધે રીપોર્ટ કરાવવાનું ટાળી રહ્યા છે.જેથી માત્ર ગંભીર અને અન્ય બીમારી ધરાવતા દર્દીઓ ને જ સિવિલ માં દાખલ કરાશે તેવું તંત્ર એ જાહેર કર્યું છે.

પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે.પરંતુ હજુ અનેક લોકોને કોરોનાના લક્ષણો હોવા છતાં કોરોનાનો રિપોર્ટ કરાવતા ડરે છે.મોટાભાગના લોકો એવું માને છે કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દસ દિવસ સુધી ત્યાં જ સારવાર લેવી પડશે.જેના કારણે લોકો કોરોના ટેસ્ટ કરાવતા જ નથી.આથી ઇન્ચાર્જ ડીડીઓ ધાનાણીએ જણાવ્યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી.કોરોનાના લક્ષણ જણાય તો કોરોનાનો રિપોર્ટ કરાવો જોઈએ.જેનો રીપોર્ટ પોઝીટીવ આવશે તે તમામ ને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવતા નથી.માત્ર અન્ય બીમારી ધરાવતા તથા સ્થિતિ ગંભીર હોઈ તેવા દર્દીઓ ને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે.

દર્દી ની તબિયત સારી હોય તો 7 દિવસ હોમ આઇસોલેટ પણ થઈ શકે છે.હાલ માં કોરોના ના ૬૫ એક્ટીવ કેસ છે જેમાં મોટા ભાગ ના દર્દીઓ હોમ આઇસોલેટ થયા છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર 4 દર્દી દાખલ છે.જેથી કોરોના રિપોર્ટ કરાવવા માટે ડરવાની જરૂર નથી તેવું જણાવ્યું છે.

જુઓ આ વિડીયો