પોરબંદર

પોરબંદર ના કુંભારવાડા શેરી નં ૩૧-૩૨ માં ગંદકી ના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે.જેથી આજે કોંગ્રેસ ને સાથે રાખી મોટી સંખ્યા માં બહેનો ગંદુ પાણી લઇ પાલિકા કચેરી એ ઘસી ગઈ હતી.અને સુત્રોચ્ચાર કર્યો હતો.ચીફ ઓફિસરે યોગ્ય કરવા ટેલીફોનીક ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

પોરબંદરના નવા કુંભારવાડા શેરી નંબર 31 અને 32 મા પણ રસ્તા, ભૂગર્ભ ગટર, સફાઈ સહિતના પ્રશ્ને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.અનેક રજૂઆત છતાં યોગ્ય કાર્યવાહી ન થતા આજે સ્થાનિકો કોંગ્રેસના આગેવાનો ને સાથે રાખી ગંદા પાણીની બાલટી ભરી પાલિકા એ દોડી ગયા હતા.પરંતુ પાલિકા ખાતે પ્રમુખ અને ચિફઓફિસર હાજર ન હોવાથી સ્થાનિકો અને કોંગી આગેવાનો એ સુત્રોચાર કરી હોબાળો મચાવ્યો હતો.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં સફાઈ થતી નથી.રોડ પર પેવર બ્લોક નાખવામાં આવ્યા નથી.ભૂગર્ભ ગટર જામ થવાના લીધે ગલીઓમાં ગટર છલકાય છે.અને ગંદુ પાણી માર્ગ પર ફેલાઈ છે.ઉપરાંત અનેક ઘરોમાં પીવાના પાણીની પાઈપલાઈન સાથે ગંદુ પાણી ભળી ગયું છે.જેથી પીવાના પાણીમાં તીવ્ર દુર્ગંધ આવે છે.જેથી આ પાણી પીવા તો ઠીક વાપરાશમા પણ લઈ શકાય તેમ નથી.જેથી ગંદુ પાણી બાલટી ભરી અધિકારીઓને બતાવવા પાલિકા ખાતે લાવ્યા હતા.હાલ રોગચાળો જેવી સ્થિતિ વચ્ચે આ વિસ્તારમાં એક બાળકને ડેન્ગ્યુ પણ થયો છે.પાલિકા ખાતે અધિકારી હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનોએ ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાત કરી સ્થાનિક મહિલાઓ સાથે ચીફ ઓફિસરની વાત કરાવી હતી.જેમાં ચીફ ઓફિસરે વહેલીતકે સમસ્યા ના નિરાકરણ ની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

જુઓ આ વિડીયો