પોરબંદર

પોરબંદરમાં આખલાનો ત્રાસ સતત વધી રહ્યો છે.ગઈ કાલે પણ રામટેકરી વિસ્તાર માં આખલા યુદ્ધ ના કારણે બે વાહનો નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.જેથી પાલિકા દ્વારા આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદર શહેરમાં આખલાનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હોવાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અવારનવાર આખલા યુદ્ધ ના કારણે વાહનો નો કચ્ચરઘાણ નીકળે છે.ગઈ કાલે પણ રામટેકરી વિસ્તાર માં બે આખલા વચ્ચે યુદ્ધ ના કારણે બે વાહનો નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.અને પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ નો પણ શ્વાસ અધ્ધર ચડી ગયો હતો.

જેથી સામાજિક કાર્યકર લાખણશીભાઈ ગોરાણીયા એ પાલિકા ને રજૂઆત કરતા જણાવ્યું છે કે પાલિકા દ્વારા અગાઉ આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.અને શહેર એક માસ માં આખલાના ત્રાસથી મુક્ત કરવાના વાયદા ચીફ ઓફિસરે કર્યા હતા.પરંતુ થોડા દિવસોમાં જ આ કામગીરી બંધ કરવામાં આવી હતી.હાલ આખલાના ત્રાસને કારણે શહેરીજનો ભારે હાલાકી વેઠી રહ્યાં છે.આખલાના ત્રાસના કારણે વૃદ્ધો, બાળકો અને મહિલાઓને બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે.અનેક લોકોને ઈંજા પહોંચી છે.તો આખલા યુદ્ધના કારણે શહેરીજનો ના મોત નિપજ્યા હોવાના પણ બનાવ બન્યા છે.અને અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળ્યો છે.આમ છતાં આખલાને પકડવા માટે પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.જેથી શહેર માં આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.

જુઓ આ વિડીયો