પોરબંદર

પોરબંદર માં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ના મેચ પર ઓનલાઈન જુગાર રમતા બે શખ્સો ને પોલીસે ૫૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

પોરબંદર ના સોની બજાર વિસ્તાર માં જૈન દેરાસર પાસે રહેતા રોનક મુકેશભાઈ મોદી (ઉવ ૨૨)નામનો શખ્સ ભાટિયા બજાર વિસ્તાર માં પોતાના મોબાઈલ માં હાલમાં ચાલતા આઇ.પી.એલ ની ૨૦૨૦ ટુર્નામેન્ટ માં ઓનલાઈન આઈડી બનાવી જુગાર રમતો હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી તેને દીલ્લી કેપીટલ તથા રાજસ્થાન રોયલ ની કીક્રેટ મેચ ઉપર વેબસાઈટ પર આઈડી બનાવી ખેલાડીઓ ના રન ફેર પોઇન્ટ ઉપર હારજીતનો ઓનલાઇન જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધો હતો.અને તેની પાસે થી રૂ ૫૦૦૦ ની કીમત નો મોબાઈલ કબ્જે કરી પુછપરછ કરતા તેને આ આઈડી કડિયા પ્લોટ શેરી નં 7 માં રહેતા કેતન નટવરલાલ રાઠોડ નામના શખ્શે બનાવી આપી હોવાની કબુલાત આપતા પોલીસે કેતન ની પણ ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

જુઓ આ વિડીયો