પોરબંદર

બોખીરા પે સેન્ટર શાળામાં શિષ્યવૃત્તિની પરીક્ષામાં જિલ્લામાં 9 મેરીટ છાત્રો માંથી 4 વિદ્યાર્થી બોખીરા પે સેન્ટરના આવેલા છે. આ શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા ટ્યુશન કલાસ કરાવવામાં આવે છે.

માત્ર ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જ અભ્યાસમાં મેદાન મારી જતા હોય તેવી વાલીઓની માન્યતા રહેલી છે.પરંતુ મોટાભાગના લોકો કે જે સરકારી શાળામાં અભ્યાસ કરીને સમાજમાં ડોકટર, એન્જીનીયર, વકીલ, આચાર્ય, શિક્ષક સહિતના કર્મીઓ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી ફરજ બજાવે છે.પોરબંદરના જ્યૂબેલી બોખીરા વિસ્તારમાં બોખીરા પે સેન્ટર શાળા આવેલી છે.ગત તા. 26 ફેબ્રુઆરીના રોજ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા ધોરણ 6ની લેવામાં આવી હતી.જેમાં પોરબંદર જીલ્લા ના 1463 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તા. 11 એપ્રિલના રીઝલ્ટ આવ્યું હતું.જેમાં જિલ્લામાં માત્ર 9 વિદ્યાર્થી મેરીટ મા આવ્યા છે.જેમાંથી 4 વિદ્યાર્થી બોખીરા પે સેન્ટરના છે.

આ શાળાના 40 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી.જેમાંથી 37 વિદ્યાર્થી પાસ થયા છે.આ શાળામાં વિદ્યાર્થીઓ માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે.શાળાના પિરિયડ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની અલગથી તૈયારી કરાવવામાં આવે છે.જેમાં આ શાળાના નિષ્ણાંત શિક્ષકો દ્વારા 3 કલાક એક્સ્ટ્રા ટ્યુશન કલાસ કરાવી વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે માર્ગદર્શન આપવામાં આવે છે.જેથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સરળતા રહે છે.આથી શિષ્યવૃતિ ધોરણ 6ના 40 વિદ્યાર્થીઓ માંથી 37 વિદ્યાર્થીઓ પાસ થયા છે.અને જિલ્લામાં મેરીટમા આવેલ 9 માંથી 4 વિદ્યાર્થી બોખીરા પે સેન્ટર શાળાના છે.

જેમાં હની જગદીશભાઈ વારા,હેમ નૈમિષભાઈ થાનકી,નિધિ કેશુભાઈ કડછા અને પરી દિલીપભાઈ મોઢા નામના વિદ્યાર્થી મેરીટમા આવ્યા છે.બોખીરા પે સેન્ટર શાળા ખાતે પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તેમજ આ શાળા ખાતે અદ્યતન જીમની સુવિધા ઉપરાંત લાયબ્રેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કરાટે સહિતની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે.

જુઓ આ વિડીયો