પોરબંદર

પોરબંદર જીલ્લા ના અંતરિયાળ વિસ્તારો માં થતી વીજચોરી ડામવા પીજીવીસીએલ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી ડ્રોન કેમેરા ની મદદ થી ચેકિંગ કરવાની કામગીરી ધરી ધરી છે.

પોરબંદર ના અંતરિયાળ તેમજ ખાણ વિસ્તારની સમથળ જગ્યામાં વીજ ચોરી પકડવા જતા પીજીવીસીએલનાં ચેકિંગ સ્ટાફને ખુબ જ દુરથી જોઈ શકાતા હોવાથી વીજ ચોરો સતર્ક થઇ જતા હતા.જેથી વીજચોરી પકડવામાં મુશ્કેલી પડતી હતી.ત્યારે હવે પીજીવીસીએલ દ્વારા અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી વડે જે તે વિસ્તારનો એરિયલ વ્યુ લઇને વીજ ચોરી અંગેની આગોતરી જાણ મેળવી લીધા બાદ વીજ ચેકિંગ ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરાશે.

પીજીવીસીએલનાં અધિકારી નાગાજણભાઈ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે પીજીવીસીએલ દ્વારા વિજચોરી ડામવાની ઝુંબેશ હેઠળ તેમજ વિજીલન્સ વિભાગ કોર્પોરેટ ઓફીસ રાજકોટ ની સુચના મુજબ પોરબંદર વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ ડ્રોન કેમેરા નો ઉપયોગ કરી ને પથ્થર ની ખાણો તેમજ આંતરિયાળ વિસ્તાર જ્યાં વિજચોરી પકડવા માટે સહેલાઈ થી પહોંચી ન શકાય તેમ હોય તેવા વિસ્તારો માં કેમેરા ની મદદ થી વીડીયો શુટિંગ કરી ને વિજ ચોરી પકડવા માટે નો નવતર પ્રયોગ શરુ કરવામાં આવ્યો છે.જેથી આવા આંતરિયાળ વિસ્તારો માં થતી વિજ ચોરી ને ડામી શકાય.
હાલમાં પીજીવીસીએલ દ્વારા આદિપુર અને રાજકોટ શહેર ના દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન કેમેરા ની મદદ થી વિજ ચોરી ઝડપી હોવાથી ઉપલી કચેરી ની સુચના મુજબ સ્થાનિક કચેરી દ્વારા પણ વિજચોરી ડામવા માટે ડ્રોન કેમેરા ની મદદ થી વિજચોરી પકડવા ની કવાયત હાથ ધરવામાં આવી છે.

જુઓ આ વિડીયો