પોરબંદર

પોરબંદર પાલિકાના નવા બિલ્ડીંગ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ વિભાગના માહિતી સાથેના બોર્ડ લગાવવામાં આવ્યા નથી.જેથી અનેક અરજદારોને મુશ્કેલી પડી રહી છે.આથી વિવિધ વિભાગ ક્યાં છે.તે અંગેની માહિતી સાથેના બોર્ડ લગાવવા રજુઆત કરાઈ છે.

પોરબંદર જીલ્લા કોળી સમાજ ના પ્રમુખ મનોજભાઈ મકવાણા એ પાલિકા ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે.કે છાયા પાલિકા કચેરીનું નવનિર્મિત બિલ્ડીંગ ગાંધી જયંતિ ના દિવસ થી રેલવેસ્ટેશન નજીક કાર્યરત કરવામાં આવ્યું છે.અનેક અરજદારો અહીં વિવિધ વિભાગોમાં કામ અર્થે આવે છે.આ નવનિર્મિત બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ વિભાગ ક્યાં છે.તે અંગેની માહિતી દર્શાવતા બોર્ડ મુકવામાં આવ્યા નથી.બિલ્ડીંગ નવું હોય જેથી અરજદારોને કયો વિભાગ ક્યા માળે છે.તેની ખબર હોતી નથી જેથી અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે.અનેક અરજદારો ચોકીદારને અથવા અન્ય વ્યક્તિઓને જે તે વિભાગ માટે પૂરછપરછ કરે છે.ઘણી વખત સામેની વ્યક્તિને પણ ખબર ન હોવાથી અરજદારો ઉપર નીચે ધક્કા ખાઈ છે.જેથી મુશ્કેલી વેઠવી પડે છે.જેથી પાલિકાના નવા બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ વિભાગ ક્યાં છે.તે અંગેની માહિતી દર્શાવતું બોર્ડ તાત્કાલિક મુકવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.

જુઓ આ વિડીયો