પોરબંદર

પોરબંદર પાલિકા ને મિલકત ધારકો પાસે થી રૂ 30 કરોડ નો વેરો વસૂલવો બાકી હોવાથી ૨૮ હજાર મિલકત ધારકો ને વેરો ભરી જવા નોટીસ આપવામાં આવી છે.

નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા પોરબંદર છાયા પાલિકા એ બાકી નીકળતો વેરો વસુલવા કમર કસી છે.પાલિકા દ્વારા કુલ 76 હજાર મિલકત ધારકોને વેરાબિલ આપવામાં આવ્યા હતા.જેમાં સમયસર વેરો ન ભરનાર 28 હજાર મિલકત ધારકોને નોટિસ ફટકારી છે.ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જણાવ્યું હતું કે પાલિકા નો અગાઉ નો મિલકત વેરો રૂ. 18.8 કરોડ બાકી છે.અને ચાલુ વર્ષનો રૂ.12 કરોડ મળી ફૂલ 30 કરોડ રૂપિયાની વેરા વસુલાત બાકી છે.આથી પાલિકા દ્વારા દરેક વોર્ડમાં વેરા વસુલાત માટે 1 ટીમ અને મોટા વોર્ડ હોય ત્યાં એક વધુ ટીમ ગોઠવી છે.ઉપરાંત રીક્ષામાં માઇક મારફત વેરો ભરી દેવા અપીલ કરવામાં આવે છે.જેનો મોટી રકમ નો વેરો બાકી છે.તથા લાંબા સમયથી વેરો નથી ભર્યો તેવા મિલકત ધારકો નું આગામી સમય માં મિલકત જપ્તી વોરંટ અને નળ કનેક્શન કાપવાની કામગીરી પણ કરવામાં આવશે.જેથી જે મિલકત ધારકોએ વેરો નથી ભર્યો તેઓને તાકીદે વેરો ભરી જવા અપીલ કરી છે.

જુઓ આ વિડીયો