પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા ફુવારા થી રૂપાળી બા બાગ સુધીના મુખ્ય માર્ગ ની બન્ને સાઈડ પર આવેલ ફૂટપાથ પર દીવાલ ઉભી કરી બેઠક સુવિધા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.પરંતુ રસ્તો પહોળો કરવાના બદલે હયાત રસ્તા માં પણ કાપ મુકવાથી ટ્રાફિક સમસ્યા વધુ વકરવાની શક્યતા ના પગલે આ કામગીરી નો શહેરભર માં થી વિરોધ ઉઠી રહ્યો છે.

પોરબંદર પાલિકા દ્વારા શહેર ના ગૌરવપથ એટલે કે ફુવારાથી રૂપાળીબા બાગ સુધીના રસ્તા ની બન્ને સાઈડની ફૂટપાથ પર બેઠક સુવિધા ઉભી કરવા દીવાલ બનાવવાની કામગીરી શરૂ કરી છે.હાલ માં આ રસ્તો સતત વાહનો થી ધમધમતો હોવાથી લોકો ફૂટપાથ નો ઉપયોગ કરે છે.પરંતુ પાલિકા એ સુવિધા છીનવી લોકો માટે ત્યાં બેઠક વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી શરુ થતા લોકો માં રોષ જોવા મળે છે.

અહી બહેનો માટે નો અનામત રૂપાળીબા બાગ અને બાલુબા કન્યા વિદ્યાલય આવેલ છે.જ્યાં અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવે છે.અને પોતાના વાહનો પાર્ક કરે છે.ત્યારે ફૂટપાથ પર પથ્થરો મુકતા અહીં પાર્કિંગ માટે સમસ્યા સર્જાશે.તેમજ બેઠક પર આવારા તત્વો અડ્ડો જમાવશે તેવી ભીતિ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.રાજાશાહીના સમયે ઓછા વાહનો હોવા છતાં આ રોડ મોટો હતો પરંતુ હાલ વાહનોની સંખ્યા વધી છે.ત્યારે રોડ મોટો કરવાને બદલે પાલિકા દ્વારા રસ્તો વધુ નાનો બનાવવામાં આવી રહ્યો છે.ફૂટપાથ પર બેઠક થશે તો રાહદારીઓ ભારે ટ્રાફિક વચ્ચે રસ્તા પર ચાલશે તો અકસ્માત ની શક્યતા પણ સેવાઈ રહી છે.ઉપરાંત જે લોકો અહી બેસવા આવશે તે પોતાના વાહનો લઈને આવશે અને વાહનો રોડ ની સાઈડમાં જ પાર્ક કરશે.જેથી રસ્તો વધુ નાનો થશે અને ટ્રાફિક જામ થશે જેથી આ નિર્ણય રદ કરવા પણ લોકમાંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો