પોરબંદર

પોરબંદર જીલ્લા માં એક થી બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે.જેના કારણે ચણા,ધાણા,જીરું સહિતના પાકો ને નુકશાન થયું છે.આથી પોરબંદર ની મુલાકાતે આવેલ કૃષિ મંત્રી એ આ અંગે સર્વે નો આદેશ આપ્યો છે.

પોરબંદર જિલ્લા માં છેલ્લા બે દિવસ થી વાતાવરણમાં આવેલ પલ્ટાને પગલે ભરશિયાળે અષાઢી માહોલ જામ્યો છે.જેમાં આજે સવારના સમયે જીલ્લા માં દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.ગાજવીજ સાથે વરસેલા વરસાદ ના કારણે શહેર માં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા.તો વિલા સર્કીટ હાઉસ પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતા એક ફૂટ થી વધુ પાણી ભરાતા પાલિકા ની ટીમ તુરંત દોડી ગઈ હતી.અને પાણી નો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

રાણાવાવ માં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.તો કુતિયાણા માં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા.ગ્રામ્ય પંથક માં દેગામ,બગવદર,બખરલા,અડવાણા ,મોઢવાડા,ફટાણા,સોઢાણા,વિસાવાડા,ભાવપરા ,ઘેડ પંથક ના દેરોદર ,મીત્રાળા સહીત અનેક ગામો એક થી બે ઇંચ વરસાદ વરસ્યો હતો.જેના કારણે ખેડૂતો ચિંતા માં મુકાયા હતા.

જીલ્લા માં એક લાખ હેક્ટર થી વધુ માં ચણા,જીરું,ધાણા સહિતના પાકો નું વાવેતર થયું હતું.જેમાં કમોસમી વરસાદ ના કારણે નુકશાન ની ભીતિ સેવાઈ રહી છે.તો વરસાદ ને લઇ ને માર્કેટિંગ યાર્ડ ખાતે પણ કામગીરી બંધ રાખવામાં આવી હતી. જો કે બપોર બાદ ઉઘાડ થતા સૌએ રાહત નો શ્વાસ લીધો હતો.

પોરબંદર ની મુલાકાતે આવેલા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ને મીડિયા દ્વારા કમોસમી વરસાદ થી નુકશાન ના વળતર અંગે પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે કમોસમી વરસાદ થી થયેલ પાક નુકશાન અંગે ખેતીવાડી વિભાગ ને સર્વે માટે આદેશ આપવામાં આવ્યો છે.સર્વે પૂર્ણ થયા બાદ તેના રીપોર્ટ ના આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જુઓ આ વિડીયો