પોરબંદર

મૂળ પોરબંદરના જ આકાશ કાનજીભાઈ ચામડિયા અને હાલ હોંગકોંગમાં યોગ ટ્રેનર સ્કાય આર્ય તરીકે પ્રસિદ્ધ થયેલ અને તાજેતરમાં પોતાનું યોગા ટ્રેન્ડસ સ્ટુડિઓ શરૂ કરવા જઈ રહ્યા છે.ત્યારે એક્સટ્રીમ ફિટનેસ કેર ખાતે આકાશ કાનજીભાઈ ચામડિયા નું વિશેષ સન્માન કરવામાં આવેલ.હાલ માદરે વતન પોતાની જન્મભૂમિ અને જ્ઞાન ભૂમિ પોરબંદરમાં યોગ ટ્રેનર આકાશ કાનજીભાઈ ચામડિયા દ્વારા એક્સટ્રીમ ફિટનેસ કેર ખાતે એરિયલ યોગા અને યોગા ટીચર ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ જે સફળતા પૂર્વક સંપન્ન થયેલ.

ગુરુ બન્યા શિષ્ય :- જાણીતા યોગ ,કરાટે,અને ફિટનેસ એક્સસ્પર્ટ કેતન કોટિયા દ્વારા જણાવવ્યુ કે આકાશ કાનજીભાઈ ચામડિયા જ્યારે હું આર્ય સમાજ પોરબંદર અને ત્યાં ચાલતી આર્યવિર દળ ની શાખામાં વ્યાયામ શિક્ષક તરીકે યોગ,વ્યાયામ કરાટે ના શિક્ષક તરીકે કાર્યરત હતા.ત્યારે ખુબજ નાની વયથીજ આકાશ કાનજીભાઈ ચામડિયા ખુબજ રુચિપૂર્વક અને સમર્પણ ભાવ થી શીખવા માટે આવતા.ત્યારે પિતા કાનજીભાઈ ચામડિયા પણ પોતાના પુત્ર ને કરાટે માં વધુ રસ પડે એટલે પોતે પણ ચારેય પુત્રો ની સાથેજ કરાટેના વર્ગો માં પ્રવેશ મેળવ્યો હતો.

કેતન કોટિયાં ના જણાવ્યા મુજબ આકાશ કાનજીભાઈ ચામડિયા સૌથી પહેલો વિદ્યાર્થી હતો જે તેમની ટ્રેનિંગ હેઠળ બ્લેકબેલ્ટ પ્રાપ્ત કરેલ.અને ત્યારબાદ યોગગુરુ રામદેવજી મહારાજ દ્વારા દ્વિતીય યોગ શિક્ષક પ્રશિક્ષણ શિબિર નું આયોજન થયેલ તેમાં બંને પસંદગી પામી ઉત્તમ ગુણાંક સાથે યોગ પ્રશિક્ષણ પૂર્ણ કરેલ.ત્યારબાદ તેમને જે જ્ઞાન મેળવ્યું હતું એ સમાજ ને પાછું આપવાનો શ્રેષ્ઠ નિર્ણય કરેલ.

ત્યારબાદ ખૂબ સંઘર્ષ બાદ આકાશ કાનજીભાઈ ચામડિયા ને ટાટા કંપની દ્વારા સંચાલિત ટાટા સ્કૂલ મીઠાપુર ખાતે યોગ અને કરાટે ટ્રેનર તરીકે નું કર્યા કરવા પસંદગી પામેલ ત્યાર બાદ જામનગર,અમદાવાદ પણ કાર્ય કર્યા બાદ ,મુંબઇ માં ખુબજ જાણીતા સેલિબ્રિટી ના યોગ ગુરુ ભરત ઠાકુર સાથે કામ કરવાના સુઅવસર બાદ લોખંડવાલા માં પોતાનો  યોગ સ્ટુડિયો શરૂ કરેલ અને ત્યાં બોલિવૂડ એકટ્રેસ સેલિના જેટલી,અદિતિ રાવ હયદરી ,સિંગર વસુંધરા દાસ જેવા જાણીતા કલાકારોના યોગ અને ફિટનેસ ટ્રેનર તરીકે કામ કર્યા બાદ વધુ યોગનું જ્ઞાન પ્રાપ્ત કરવા એસ.વ્યાસા બેંગલોર તેમજ હૈંયદ્રાબાદ ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ હોંગકોંગ માં ખુબજ જાણીતી ફીટનેસ ફર્સ્ટ કંપનીમાં યોગ ટ્રેનર અને પર્સનલ ટ્રેનર તરીકે બાર વર્ષ કામ કર્યા બાદ હાલ તેવો હોંગકોંગ ની અંદર પોતાનો યોગ સ્ટુડિયો યોગા ટ્રેન્ડસ ના નામ થી શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે તેમની આ સિદ્ધિ ને બિરદાવી અને શુભેચ્છા માટે નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.

કેતન કોટિયા દ્વારા જણાવવામાં આવેલ કે આકાશ કાનજીભાઈ ચામડિયા ની ખુબજ લગન ,સમર્પણ અને અવિરત મહેનત બાદ વિદેશ માં આ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.અને હોંગકોંગ જેવા દેશ માં યોગા સ્ટુડિયો ની શરૂ કરી અને ભારતીય સંસ્કૃતિ યોગ અને મોડર્ન યોગ માં એરિયલ યોગા અને યોગ થેરાપી નું પ્રશિક્ષણ આપવું એ માત્ર પોરબંદર,ગુજરાત માટેજ નહીં પરંતુ ઇન્ડિયા ભારત દેશ માટે ખૂબ ગર્વ અને પ્રસંતાની વાત કેહવાઈ.ત્યારે એક સમય માં તેમની પાસેથી આકાશ કાનજીભાઈ ચામડિયા યોગ કરાટે નું પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલ.અને આજે તેમના દ્વારા એરિયલ યોગા નું પ્રશિક્ષણ પ્રાપ્ત કરી તેમનો શિષ્ય બનવામાં ખુબજ ગર્વ અનુભવ કરી રહ્યો છું.

ઉપસ્થિત વિદ્યાર્થીઓ ને આકાશ ચામડિયાએ જણાવેલ કે એક્સટ્રીમ ફિટનેસ કેર કેતન કોટિયા ના માર્ગદર્શન માં મારી પણ શરૂવાત થયેલ જો આપ પણ મહેનત અને રુચિ સાથે યોગ કરાટે નું પ્રશિક્ષણ પ્રાપ્ત કરશો.તો તમે પણ તમારા શોખ ને કેરિયર બનાવી શકશો.
આ પ્રસંગે થાઈબોક્સિંગ,કરાટે,કુડો,પેંચેક સિલાટ જેવી માર્શલ આર્ટસ અને ફિટનેસ એક્સપર્ટસ સુરજ મસાણી,જયેશ ખેતરપાલ ,મહેશ મોતીવરસ,સુનિલ ડાકી,અંજલિ ગંધરોકીયા, યોગીતા લોઢારી,નિશા કોટિયા વગેરે એ આકાશ કાનજીભાઈ ચામડિયા ની આ સિદ્ધિ ને બિરદાવી શુભેચ્છા પાઠવેલ.

જુઓ આ વિડીયો