પોરબંદર

પોરબંદરનું ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ શંકુલ અનાથ બાળકો માટે આશિર્વાદરૂપ સમાન છે. હાલ 12 બાળકો રહે છે. આ શંકુલ ખાતે અનાથ બાળકોને અથવા સીંગલ વાલીના બાળકોને રહેવા, જમવા તથા શિક્ષણ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.

પોરબંદરનું ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંકુલ અનાથ બાળકો માટે આશિર્વાદરૂપ સમાન છે.હાલ 12 બાળકો રહે છે.આ શંકુલ ખાતે અનાથ બાળકોને અથવા સીંગલ વાલીના બાળકોને રહેવા,જમવા તથા શિક્ષણ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.રાજ્ય સરકાર અનાથ,નિરાધાર,પરિવારથી વિખૂટા પડેલા બાળકો,મા-બાપથી વિખૂટા પડેલા બાળકો, બાળ મજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકો,ભિક્ષા માંગતા બાળકો,માનસિક બીમાર,માતા-પિતા કાળજી લેવા સક્ષમ ન હોય,ઘર છોડીને આવેલા,જાતિય શોષણનો ભોગ બનેલા,જે બાળકનો વાલી ન હોય તેવા બાળકો માટે સમગ્ર રાજ્યમાં ચિલ્ડ્રન હોમના નિર્માણથી આવા બાળકોની સાર સંભાળ અને સમાજ માં પુનઃસ્થાપનની કામગીરી કરતી રહે છે.

ત્યારે પોરબંદરમાં પણ સાંદિપની મંદિર નજીક રૂ. 4.50 કરોડના ખર્ચે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ નું 2 ઓક્ટોબર 2021 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં અનાથ બાળકો કે જેમના માતા અથવા પિતા નથી તેવા બાળકોની કાળજી અને રક્ષણ માટે સુવિધા કરવામાં આવી છે.જેમાં આવા બાળકો માટે રહેવા, જમવા અને શિક્ષણની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવે છે.આ 5 હજાર ચોરસ મીટર મા બનેલ સંકુલ ખાતે 10 રૂમ, વિવિધ પ્રવૃત્તિ માટે અલગ રૂમ,લાયબ્રેરી,ઇન્ડોર ગેમ્સ માટેના રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.અત્યાધુનિક સુવિધાયુક્ત ચિલ્ડ્રન હોમમાં કમ્પ્યુટર ક્લાસ તેમજ બાળકોના મનોરંજન માટે ટી.વી, રમત-ગમતના સાધનો, લાઈબ્રેરી, કિચન,ભોજન ખંડ,કાઉન્સેલિંગ રૂમ,વોટરકુલર,સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીની સુવિધાઓ રાખવામાં આવી છે.

બાળકોને સવારે નાસ્તો, બપોરે જમવાનું તથા સાંજે ફ્રૂટ સાથે નાસ્તો અને રાત્રી ભોજન આપવામાં આવે છે.ડોકટર પણ અહીં બાળકોના ચેક અપ માટે આવે છે.હાલ અહીં 12 જેટલા સીંગલ પેરેન્ટ્સ વાળા બાળકો રહે છે.10 લોકોનો સ્ટાફ છે.અનાથ બાળકો કે જેઓ અભ્યાસ કરે છે.તેઓને 18 વર્ષ પૂર્ણ થયા બાદ પણ રાખવામાં આવે છે.પાલક માતાપિતાને સરકાર દ્વારા દરમાસે રૂ.3000ની સહાય આપવામાં આવે છે.આવા 200થી વધુ બાળકોના પાલક માતાને સહાય ચુકવવામાં આવે છે.કોરોના મહામારી વચ્ચે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા.જેમાં બાળકોના માતા અથવા પિતા મૃત્યુ થયા હોય તેવા 311 બાળકો છે.જેમને દરમાસે રૂ.2000 સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.આ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી સહાય મળશે.ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ શંકુલના સંચાલકોએ જણાવ્યું હતું કે,અગાઉ જિલ્લાના અનાથ બાળકો અન્ય જિલ્લા ખાતે હતા.જે હવે વર્ષ પૂર્ણ થતાં પોરબંદર આવશે જેથી બાળકોની અહીં સંખ્યામાં વધારો થશે.

જુઓ આ  વિડીયો