પોરબંદર

પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસે સ્ટાફ રજા પર હોવાથી 5 માંથી માત્ર 3 બારી ખૂલે છે.અને પ્રિન્ટર ખરાબ હોવાથી એક જ પ્રિન્ટર પર કામ થાય છે.જેથી વિધવા સહાય માટે આવતી બહેનો સહીત અન્ય લોકો ને ભારે મુશ્કેલી પડે છે.

પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે મનીઓર્ડર,રજીસ્ટર એડી,વિધવા સહાય,રૂપિયા જમા,ઉપાડવા સહિતની અનેક કામગીરી થાય છે.પરંતુ હાલ આ ઓફિસ ખાતે 5 માંથી માત્ર 3 જ વિન્ડો ચાલુ છે. સ્ટાફ લગ્ન પ્રસંગમાં હોવાથી અછત સર્જાણી છે.આ ઉપરાંત 3 પ્રિન્ટર માંથી 2 પ્રિન્ટર બગડી ગયા છે.જેથી 1 પ્રિન્ટર દ્વારા કામ થતું હોય આથી પાસબુકમાં એન્ટ્રી કરાવવા માં પણ મુશ્કેલી ઉભી થાય છે.

એ સિવાય સૌથી વધારે મુશ્કેલી વિધવા સહાય લેવા માટે આવતી બહેનો ને થાય છે.અહી સવારથી જ વિધવા બહેનોની લાંબી લાઇનો જોવા મળે છે.એક જ વિન્ડો પર કામગીરી થતી હોવાથી અનેક બહેનો ને સહાય લીધા વગર પરત જવું પડે છે.અને બીજા દિવસે ફરીથી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે.જીલ્લામાં 15 હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે.અને પોસ્ટ ઓફિસ દ્વારા આ બહેનો વિધવા સહાય નાણાનો લાભ લઇ રહ્યા છે.જીલ્લામાં 20 જેટલી પેટા બ્રાન્ચ છે.અને ગ્રામ્ય પંથક સહિત કુલ 137 બ્રાન્ચ કાર્યરત છે. પરંતુ અમુક વિસ્તારોમાં પોસ્ટ ઓફીસના કર્મચારીઓની બેદરકારીને લીધે સમયસર લાભ મળતો નથી.જેથી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે મોટી કતાર લાગે છે.

મોટા ભાગના વૃદ્ધ બહેનો તો દૂરદૂરથી આવતા હોવાથી રીક્ષા ભાડાનો ખર્ચ પણ કરી રહ્યા છે.બહેનોએ જણાવ્યું હતું કે સવારે 10 વાગ્યા થી બેઠા છીએ. દોઢ વાગ્યા સુધી વારો આવ્યો નથી.જેથી પોસ્ટ ઓફીસ બહેનોને સમયસર સહાયના નાણા મળી રહે તે માટે વધુ બારીની વ્યવસ્થા કરીને સત્વરે યોગ્ય કરવા લોકમાંગ ઉઠવા પામી છે.આ અંગે પોસ્ટમાસ્ટર બીપીનભાઈ રૂપારેલીયા એ જણાવ્યું હતું કે કેટલોક સ્ટાફ ડેપ્યુટશન પર છે.કેટલાક રજા પર છે.જેથી હાલાકી પડી રહી છે.

જુઓ આ વિડીયો