પોરબંદર

પોરબંદર ની સરકારી હોસ્પિટલ માં સીટીસ્કેન મશીન ના ઓપરેટર ને છુટા કરાયા બાદ કોઈ ની નિમણુક કરવામાં ન આવતા મશીન એક અઠવાડિયા થી બંધ હતું.જે અંગે કોંગી અગ્રણી ને જાણ થતા હોસ્પીટલે દોડી ગયા હતા.જેથી કામચલાઉ ધોરણે મશીન ચાલુ કરાયું હતું.

પોરબંદર ની સરકારી હોસ્પિટલ માં ત્રણ કરોડ થી વધુ ના ખર્ચે ટ્રોમાં સેન્ટર કાર્યરત કરાયું છે.જેમાં સીટીસ્કેન મશીન ના ઓપરેટર તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ છેલાવડા ૨૦૨૦ ની સાલ માં નિવૃત થયા હતા.ત્યાર બાદ તેઓની કોન્ટ્રાક્ટ હેઠળ ફરીથી નિમણુક થતા તેઓ ફરજ બજાવી રહ્યા હતા.પરંતુ તાજેતર માં સરકાર દ્વારા એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.કે જે સ્થળે કર્મચારી નિવૃત થયા હોય તેને ફરીથી તે સ્થળે ફરજ ન સોપવી જોઈએ.જેથી તેઓને ગત તા ૧૮ ના રોજ છુટા કરાયા હતા.ત્યાર બાદ તેના સ્થાને અન્ય કોઈ ની નિમણુક ન થતા હોસ્પિટલ માં સીટીસ્કેન ની કામગીરી ઠપ્પ થઇ ગઈ હતી.

વિંજરાણા ગામે રહેતા માલદેભાઈ ના સસરા ને એટેક આવતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.તેઓનું તાત્કાલિક સીટીસ્કેન થાય ત્યાર બાદ જ ડોક્ટર આગળ ની દવા લખી શકે તેમ હોય પરંતુ સીટીસ્કેન મશીન ઓપરેટર ના અભાવે બંધ હોવાથી તેઓએ તુરંત જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ને આ અંગે જાણ કરતા તેઓ હોસ્પીટલે દોડી ગયા હતા.અને ઉગ્ર રજૂઆત કરતા હોસ્પિટલ ખાતે કામચલાઉ રીતે સીટીસ્કેન મશીન ચાલુ કરાયું હતું.અને ઓપરેટર ની ભરતી કરી સોમવાર થી કાયમી ધોરણે ચાલુ કરી આપવાની ખાતરી આપી હતી.

નાથાભાઈ એ જણાવ્યું હતું કે ઓપરેટર ના અભાવે અઠવાડિયા થી દર્દીઓ હેરાન પરેશાનથાય છે.તો બીજી તરફ ભાજપ ના ધારાસભ્ય અને મંત્રીઓ અને સાંસદ અમૃત મહોત્સવ ની ઉજવણી અને આત્મનિર્ભર ગ્રામયાત્રાઓ માં વ્યસ્ત છે.ત્યારે ગરીબો માટે પણ સમય ફાળવવો જોઈએ તેવું જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો