પોરબંદર

તાજેતર માં રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલ ઇન્ડિયન બોલિવૂડ ક્રાઉન 2021 સ્પર્ધા માં પોરબંદરની 10 વર્ષીય બાળકી વિજેતા બની છે.દેશભર ના ૯૦ સ્પર્ધકો ને મહાત આપી વિજેતા બનેલી બાળકી ને અગ્રણીઓ એ પણ બિરદાવી હતી.તો બીજી તરફ શ્રમિક પરિવાર ની દીકરી ટીનેજર કેટેગરી માં સેકન્ડ રનર્સ અપ બનતા તેને પણ બિરદાવવામાં આવી છે.

તાજેતર માં તા. 20 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જયપુર ખાતે ઇન્ડિયા બોલિવૂડ ક્રાઉન દ્વારા ફેશન શો 2021નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્ટરનેશનલ કોરિયોગ્રાફર રિઝુ મિલેર આસામથી ઉપસ્થિત રહ્યા હતા.અને ટીવી સિરિયલના અભિનેત્રી આરાધ્યા પણ હાજર રહ્યા હતા.આ સ્પર્ધા માં દેશભર ના 90 જેટલા સ્પર્ધકો જોડાયા હતા.

પોરબંદરમાં રહેતી અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતી જિયા મુકેશભાઈ નાંઢા નામની દસ વર્ષીય બાળકી એ ભાગ લીધો હતો.અને નેશનલ રાઉન્ડ અને વેસ્ટર્ન રાઉન્ડમાં રેમ્પ વોક કરી મિસ ઇન્ડિયા કિડ્સ ગર્લ્સ કેટેગરીમાં ઇન્ડિયન બોલિવૂડ ક્રાઉન 2021નો ખિતાબ જીત્યો હતો.જેથી ઇન્ટરનેશનલ કોરિયોગ્રાફર રિઝૂ મીલરે તેને આઇફા ફેશન વિકમાં પણ સિલેક્ટ કરી છે.જીયા નાંઢા 5 વર્ષની હતી ત્યારથી ફેશન માં રુચિ ધરાવતી હોવાથી ફેશન શોમાં ભાગ લેતી હતી.અને અત્યાર સુધી માં તેણે ફેસ ઓફ ગુજરાતમાં વિનર, બરોડા ખાતેના આયોજિત ફેશન શોમાં બેસ્ટ વોક અને બેસ્ટ સ્માઈલ એવોર્ડ,અમદાવાદ ખાતે લિટલ કિંગ અને કવિન શોમાં ટ્રોફી,કિડઝ મોડલની ટ્રોફી સહિતના એવોર્ડ મેળવ્યા છે.જીયા તેની માતા જયનાબેન, પિતા મુકેશભાઈ પ્રોત્સાહન આપી રહ્યા છે.જીયા વિજેતા બનતા પરિવારજનો એ કેક કાપી ઉજવણી કરી હતી.

તો બીજીતરફ જયપુર ખાતે યોજાયેલ ઇન્ડિયન બોલિવૂડ ક્રાઉન ફેશન શોમાં પોરબંદરના સીતારામ નગરમાં રહેતા શ્રમિક પરિવારની જંકાર  રાજેશ શીંગરખિયા નામની 14 વર્ષની દીકરીએ પણ ફેશન શોમાં ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું.જનકાર શીંગરખિયાએ ટીન એજર કેટેગરીમાં ઇન્ડિયન બોલિવૂડ ક્રાઉન 2021મા મેદાન મારી ફેશન શોમાં બેસ્ટ વોક અને સેકન્ડ રનર્સ અપ બની છે. તેને પણ ફેશન શોમાં જવાનો શોખ છે.ઉલ્લેખનીય છે કે આ દીકરીના પિતા મજૂરી કામ કરે છે.અને માતા શાંતિબેન આયુર્વેદ હોસ્પિટલમાં સર્વિસ કરે છે.માતાપિતાએ જણાવ્યું હતું કે, દીકરીને પ્રોત્સાહિત કરીએ છીએ.અને દીકરીને તેના ફિલ્ડમાં આગળ જવા માટે પ્રયાસ કર્યો છે. માતા પિતાએ કેક કાપી ને દીકરી સાથે ખુશી વ્યક્ત કરી હતી.

જુઓ આ વિડીયો