પોરબંદર

આંતરરાષ્ટ્રીય નારી દિવસની સુઘમાપૂરી પોરબંદરમાં અલગ-અલગ રીતે ઉજવણી કરીને નારી શક્તિના મહિમાની ગાથા વર્ણવીને તેનું અલગ-અલગ રીતે ભાવપૂજન કરવામાં આવ્યું હતું.ત્યારે શહેરની નોખી-અનોખી શૈક્ષણિક સંસ્થા ડો.વી.આર.ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે પણ તેની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી.જેમાં કોલેજના વીઝીટીંગ લેકચરર જીજ્ઞેશ પોપટના નવા વિચારને વધાવીને કોલેજ ખાતે વર્ષોથી સફાઈ કામ કરતા મહિલા સફાઈ સૈનિકના હાથે નારી જાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવીને સૌને અનેરી પ્રેરણા આપવામાં આવી હતી.

પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય નારી દિવસે અનેકવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે શહેરના માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે સમાજકાર્ય અને મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે નારી જાગૃતિ માટેની રેલી યોજવાનું સૂચન સંસ્થાના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા દ્વારા થતા કોલેજના સમાજકાર્યના વીઝીટીંગ લેકચરર જીજ્ઞેશ પોપટ દ્વારા નવું જ સૂચન રજુ કરીને કોલેજમાં વર્ષોથી સફાઈ કામ કરતા સફાઈ સૈનિક એવા મહિલા કર્મચારી જયાબેન ચોહાણના હસ્તે જ લીલી ઝંડી ફરકાવીને ખરા અર્થમાં નારી શક્તિનું વિશિષ્ટ ભાવ પૂજન કરવા માટેનું રેલી પ્રસ્થાનનું સૂચન કરવામાં આવતા તેને વધાવી લેવામાં આવ્યું હતું.

અને મહિલા સફાઈ કર્મચારી જયાબેન ચૌહાણના હસ્તે જ તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું.ત્યારે કોલેજના એજ્યુકેશનલ ડાયરેક્ટર ડો.એ.આર.ભરડા,સમાજકાર્ય વિભાગના ડાયરેક્ટર રણમલભાઈ કારાવદરા અને બી.બી.એ.ના ડાયરેક્ટર ચિત્રાબેન જુંગી,સહિત સ્ટાફની ઉપસ્થિતિમાં આ રેલીનું પ્રસ્થાન થયું હતું.માત્ર લીલી ઝંડી ફરકાવવા માટે જ નહી પરતું સમગ્ર રેલીમાં પણ આ સફાઈકર્મી મહિલા છેલ્લે સુધી સાથે રહ્યા હતા.કોલેજના ૨૦૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તેમાં જોડાચા હતા,સમાજકાર્યના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસક્રમને અનુરૂપ વેશભૂષા ધારણ કરી હતી.તથા તમામ વિદ્યાર્થીઓએ નારી શક્તિના સ્લોગન તૈયાર કરીને સૌને પ્રેરણા આપી હતી.અને સૂત્રોચ્ચાર દ્વારા નારીશક્તિની ગરીમાને ઉજાગર કરી હતી.તો બી.બી.એ ના વિદ્યાર્થીઓએ સાફા બાંધીને બેન્ડ પાર્ટી સાથે જોડાઈને વાતાવરણને સુરીલું બનાવી દીધું હતું.કોલેજ ટ્રસ્ટના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા,હિનાબેન ઓડેદરા,સહિત ટ્રસ્ટીઓ દ્વારા આ આયોજનને બિરદાવાયુ હતું.

જુઓ આ વિડીયો