પોરબંદર

પોરબંદર ની ખાસ જેલ માં નજીવી બાબતે બે કેદીઓ વચ્ચે બઘડાટી બોલતા એક કેદી ને સારવાર માટે જામનગર ખસેડાયો છે.

પોરબંદરની ખાસ જેલમાં યાર્ડ નંબર 1 બેરેક નંબર ૬માં રહેતો વિજય રવજી સોલંકી(ઉવ ૨૦,મૂળ રે વીરડી પ્લોટ)નામનો કાચા કામનો કેદી રવિવારે સવારે યાર્ડ નંબર 1 બેરેક નંબર 10 માં રહેતા ભરત બળવંત મોરી(રે શિહોર,ભાવનગર) નામના કેદી સાથે જેલ માં બેરેકની સામે લૂડો નામની રમત રમતા હતા.રમતા રમતા બન્ને વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા ભરતે નજીક માં પડેલ લાદી વડે વિજય ને માર મારતા તેને ઈજાઓ થઇ હતી.જે અંગે જાણ થતા જેલ સ્ટાફ માં દોડધામ મચી ગઈ હતી.અને વિજય ને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાંથી વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યો છે.જયારે ભરત ને સામાન્ય ઈજાઓ થતા પ્રાથમિક સારવાર અપાઈ છે.વિજય સામે એકાદ વર્ષ પહેલા પોરબંદર માં અને ભરત સામે ચારેક માસ પહેલા શિહોર માં દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઈ હોવાથી બન્ને કાચા કામ ના કેદી તરીકે જેલ માં હોવાનું જાણવા મળે છે.બનાવ ના પગલે જેલ વર્તુળ માં ચકચાર મચી છે.

જુઓ આ વિડીયો