પોરબંદર

પોરબંદર જિલ્લાની આશાવર્કર બહેનોને કોરોના કામગીરીનું વળતર ન મળતા જીલ્લા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસને સાથે રાખી ત્રીજી વખત હોબાળો મચાવ્યો હતો.અને સુત્રોચાર કરી વળતરની માંગ કરી હતી.અને એક અઠવાડિયા માં વળતર નહી મળે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ આપી હતી.

પોરબંદર જિલ્લાની આશાવર્કર બહેનો એ કોંગી આગેવાનો ધર્મેશભાઈ પરમાર,વિજય બાપોદરા સહિતના ને સાથે રાખી કોરોના કાળ દરમ્યાન કરેલી કામગીરી ના વળતરની માંગ સાથે હોબાળો બોલાવ્યો હતો.અને સુત્રોચાર કર્યા હતા. આગેવાનો અને બહેનોએ ડીડીઓને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોરોના સમયમાં સર્વે કામગીરીના 1 માસના રૂ. 1000 મળવાપાત્ર હતા.તેમાંથી અમુક માસના રૂ. 500 આવ્યા છે.કોરોના સેશનના રૂ. 200 અને નાસ્તાના રૂ. 100 આપવાના હતા.જે આપ્યા નથી.

વધારાના કામનું મહેનતાણું મળતું નથી.જ્યારે મહામારીમાં દર્દીના ધરે કોઈ જતું ન હતું ત્યારે આશાવર્કર બહેનોએ ઘરે ઘરે જઈને કામગીરી બજાવી છે.જેથી તેઓને મળવાપાત્ર વળતર તુરંત ચૂકવી આપવા માંગ કરી હતી.જેથી ડીડીઓએ જણાવ્યું હતું કે સેશન અને નાસ્તા અંગે તુરંત વળતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.અને થોડા દિવસો માં ગ્રાન્ટ આવી જશે ત્યારે બાકી નું વળતર પણ ચૂકવી આપવા ખાતરી આપી હતી.બહેનો એ રોષપૂર્વક જણાવ્યું હતું કે ત્રીજી વખત રજૂઆત માટે આવ્યા છે.તેમ છતાં વળતર ચૂકવવાના બદલે વધુ એક તારીખ મળી છે.જેથી જો એક અઠવાડિયા માં બહેનોને તેના હકની રકમ નહિ મળે તો કચેરી ખાતે અચોક્કસ મુદત ના આંદોલન પર તમામ બહેનો ઉતરી જશે તેવી ચીમકી આપી છે.

જુઓ આ વિડીયો