પોરબંદર

પોરબંદરના નરસંગ ટેકરી નજીક રાત્રીના સમયે કારનું ટાયર ફાટતા રેલિંગ સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી.જેથી કારનો બુકડો બોલી ગયો હતો.કારમાં સવાર 3 યુવાનને ઈંજા થતા સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.

પોરબંદરના સિગ્મા સ્કૂલ પાસે રહેતો સાહિલ પ્રવીણ ખુદાઈ(ઉવ ૨૨),પેરેડાઈઝ વિસ્તારમાં રહેતો રોનક જગદીશ જુંગી (ઉવ ૨૧) તથા વાધેશ્વરી પ્લોટમાં રહેતો યાજ્ઞિક જીતેન્દ્ર ભરાડા(ઉવ ૧૯) નામના યુવાન ગઈકાલે રાત્રીના એક વાગ્યે કાર માં વનાણા ટોલનાકા તરફ થી પોરબંદર શહેર તરફ આવી રહ્યા હતા.તે દરમ્યાન નરસંગ ટેકરી નજીક કારનું ટાયર ફાટી જતા કાર પલ્ટી મારી ગઈ હતી.અને નજીક માં રહેલી રેલિંગ સાથે અથડાઈ હતી.જેને કારણે કારનો બુકડો બોલી ગયો હતો.સદભાગ્યે જાનહાની ટળી હતી.કાર માં સવાર ત્રણેય યુવાનોને ઈંજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડવામાં આવ્યા હતા.જો કે આ બનાવ અંગે હજુ સુધી પોલીસ ચોપડે કોઈ નોંધ થઇ નથી.

જુઓ આ વિડીયો