પોરબંદર

અમદાવાદ સ્થિત જીનીયસ ફાઉન્ડેશન દ્વારા પોરબંદર ના જાણીતા ગાયકને જીનીયસ એન્ટરટેઈનર ઓફ ધ ઈયર નો એવોર્ડ એનાયત કરાયો છે.

પોરબંદર માં વ્યવસાયે સિવિલ એન્જીનીયર પરંતુ ગાયન ક્ષેત્રે પણ અત્યાર સુધી માં અનેક એવોર્ડ,મેડલ મેળવનાર પ્રણય રાવલ નામના યુવાનને તાજેતર માં અમદાવાદ ખાતે વધુ એક એવોર્ડ એનાયત કરાયો છે.પ્રણય રાવલે અગાઉ ૪ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ ગાંધીનગર ખાતે આવેલ એક રેકોર્ડીંગ સ્ટુડિયો ખાતે ગાયક કિશોરકુમાર ના ગીતો સતત ૨૪ કલાક સુધી ગાઈ અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.તેને ધ્યાને લઇ જીનીયસ એન્ટરટેઈનર ઓફ ધ ઈયર નો એવોર્ડ એનાયત કરાયો છે.

તા ૧૫ મે ના રોજ અમદાવાદ ની એક હોટેલ ખાતે જીનીયસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જીનીયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ નું આયોજન કરાયું હતું.જેમાં તેને આ એવોર્ડ એનાયત કર્યો છે.બ્રહ્મસમાજ સહીત સમગ્ર પોરબંદર નું ગૌરવ વધારનાર પ્રણયે વધુ એક સિદ્ધિ મેળવતા શહેરીજનો અને અગ્રણીઓ એ પણ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રણય અગાઉ ગુજરાત ટેલેન્ટ શો,સારેગામા ગુજરાત,મેજિકલ વોઈસ ઓફ ઇન્ડિયા,મ્યુઝીક ક્લબ ઓફ પોરબંદર ,જેસીઆઈ સિંગિંગ કોમ્પિટિશન ,વોઈસ ઓફ ગુજરાત,ગાયક ગુજરાતનો,આપણો કલાકાર સહીત અનેક સ્પર્ધાઓ માં પ્રથમક્રમે વિજેતા બની ચુક્યા છે.

ઉપરાંત કોરોના ના લોકડાઉન દરમિયાન જાણીતી મ્યુઝીક અને ફિલ્મ કંપની તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા ”સુર ગુજરાત કે” સીઝન ૨ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા માં ગુજરાતના વિવિધ તાલુકા તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા ૫ થી ૫૦ વર્ષ ના ૧૦૦૦ થી વધુ ગુજરાતી ગાયકોની ડીજીટલ સ્પર્ધામાં વિશ્વભર માં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.

જુઓ આ વિડીયો