પોરબંદર

પોરબંદરમાં છાયાચોકીથી પક્ષી અભયારણ્ય જતો રસ્તો અને તેની આસપાસની મહત્વની ગલીઓના રસ્તા બિસ્માર બન્યા હતા.આ વિસ્તાર રહેણાક વિસ્તાર હોય તેમજ બે કોલેજ,અભયારણ્ય,વોકવે આવેલ હોય જેથી વાહન ચાલકો, સ્થાનિકો અને છાત્રોને મુશ્કેલી પડતી હતી.જેથી પાલિકા દ્વારા અહીં સિમેન્ટ રોડ બનાવી આપવાનો નિર્ણય લેવાયો હતો.અને બજેટ મંજુર થતા આજે આ રસ્તા નું ખાતમુહુર્ત કરાયું હતું.આ રસ્તો સિમેન્ટનો મઢવામાં આવશે.

વોર્ડ નંબર 10ના કાઉન્સીલર મોહનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,છાયાચોકીથી પક્ષી અભયારણ્ય જતો રસ્તો,હનુમાનજી મંદિરવાળી ગલી,અભ્યારણય થી ગોઢાણીયા કોલેજ સુધીનો રસ્તો રૂ. 1.19 કરોડના ખર્ચે સિમેન્ટથી મઢવામાં આવશે.આ કામગીરીનું ખાતર્મુહત કરવામાં આવ્યું છે.આ સિમેન્ટનો રસ્તો બનશે.જેથી સ્થાનિકોને ફાયદો થશે.તેમજ માધવપુર સાઈડથી આવતા પ્રવાસીઓ પણ બાયપાસ થઈ અંદર આવી શકશે.

આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં કૃષિ વિભાગ મંત્રી રાધાવજી પટેલ,ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા,પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયા,કેશુભાઈ બોખીરિયા, હિતેશ ભાઈ ઠકરાર,રવિભાઈ ભટ્ટ,સુરેશભાઈ શીકોત્રા,હિતેનભાઈ ધોળકિયા, ભીમાભાઇ ઓડેદરા,પાલિકા પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા,સંજયભાઈ લોઢારી,સતીશભાઈ જોશી,મહેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી,પાલિકાના વિનોદભાઈ બથીયા,મીતેશભાઇ કોટેચા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ખાતમુહુર્ત થયું ત્યાં પાલિકા એ વરસો પહેલા સ્વીમીંગ પુલ નિર્માણ માટે નો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો.પરંતુ તે પ્રોજકેટ માટે જગ્યા અનુકુળ ન હોવાથી તે પ્રોજેક્ટ રદ કરી અહી વિશાળ બગીચો બનાવવા પણ ઠરાવ પસાર કરાયો હતો.પરંતુ તે મામલે કોઈ  કામગીરી આગળ વધી નથી.હાલ અહી ની જગ્યા માં ગંદા પાણી નો ભરાવો થયો છે.જેથી અહી કાયમી મચ્છર સહિત અન જીવજંતુ નો ઉપદ્રવ રહે છે.આથી આ બિન ઉપયોગી પડતર જગ્યામાં બગીચા નું નિર્માણ પણ વહેલીતકે કરવામાં આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.
જુઓ આ વિડીયો