પોરબંદર

પોરબંદરના ખાપટ વિસ્તારમાં દંપતી એ આખલા પર જલદ પ્રવાહી ફેંકતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદરના ખાપટ વિસ્તારમાં શ્રીભગવાનના મંદિર પાછળ રહેતા અને નગરપાલિકાના પાણી પૂરવઠા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા ધર્મેશ ઉર્ફે લાલો રાજસીભાઇ કેશવાલા(ઉવ ૩૦) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઇકાલે બપોરના આશરે ત્રણેક વાગ્યાના સમયે તે તથા લતામાં રહેતા મિત્રો નિલેશ છગનભાઇ ભરડા અર્જુન કનેસિંગ રાઠોડ,પિયુષ ગગુ માલમ વગેરે શ્રી ભગવાનના મંદિર સામે ઓટલા ઉપર બેઠા હતા.ત્યારે તે જ વિસ્તાર માં રહેતા કેશુ લખમણ પરમાર તથા તેની પત્ની કારીબેન બંને ત્યાં આવ્યા હતા.અને કારીબેને તેની પાસે રહેલ થેલી માંથી એક બોટલ કાઢી તેના પતી ને આપતા કેશુભાઈ એ તે બોટલમાંથી મંદિરની પાસે બેસેલ એક આખલાની પીઠ પર પ્રવાહી રેડ્યું હતું.જેથી આખલો બુમો પાડવા લાગ્યો હતો.અને તેની પીઠ પર થોડી જ વારમાં ફીણ વળવા લાગ્યા હતા.

જેથી ધર્મેશ અને બધા મિત્રો એ તેને આખલા પર શું ફેંક્યું છે.તેમ પૂછતા કેશુભાઈ એ એવું જણાવ્યું હતું કે આ આખલો દરરોજ તેની વાડીએ આવી પાકની નુકશાની કરે છે,જેથી તેના પર એસીડ ફેંક્યું છે.આથી ધર્મેશે આખલા ને પીડા થતી હોવાથી તેઓને આવું ન કરવા જણાવ્યું હતું.આથી બન્ને એ એવું જણાવ્યું હતું કે આ આખલાના કારણે તેઓને કાયમ વાડીએ જાગવું પડે છે.તેવું જણાવી બન્ને ત્યાંથી જતા રહ્યા હતા.ત્યાર બાદ ધર્મેશ તથા બધા મિત્રો એ આખલા ને બળતરા માંથી રાહત અપાવવા પાણી છાંટ્યું હતું.અને ત્યાર બાદ બધા મિત્રો સાથે મળી ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ લખાવવા દોડી ગયા હતા.પોલીસે પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવાના કાયદા ની કલમ મુજબ દંપતી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ આ વિડીયો