પોરબંદર

જેના નામ પર દેશભર માં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.તેવા મહાત્મા ગાંધી ના જન્મસ્થળ પોરબંદર ના કીર્તિમંદિર પાસે ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે.અહી દિવસો સુધી સફાઈ ન કરવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને ભારે પરેશાની વેઠવી પડે છે.જેથી વહેલીતકે સફાઈ ની માંગ ઉઠી છે.

પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કિર્તીમંદિર ખાતે મોટી સંખ્યા માં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. સાથો સાથ નજીક માં આવેલ કસ્તુરબા ના મકાનની પણ પ્રવાસીઓ મુલાકાત કરતા હોય છે.કીર્તિમંદિરની પાસે ગલી માંથી એક રસ્તો કસ્તુરબા ગાંધીના મકાન તરફ જાય છે.આ માર્ગ પર ગંદકી ના ગંજ ખડકાયા છે.ગંદકીના કારણે મચ્છરો અને જીવાતો તેમજ દુર્ગંધ ફેલાઈ છે.જેથી પ્રવાસીઓ અહીંથી પસાર થવાનું પણ ટાળી રહ્યા છે.

ગાંધીજી કે જેણે વિશ્વને સ્વરછતાનો સંદેશો પાઠવ્યો છે તેના ઘર પાછળ જ ગંદકી ની સફાઈ થતી નથી.પાલિકા તંત્રની ઉદાસીનતા જોવા મળે છે.પ્રવાસીઓ માર્ગ પર ની ગંદકી જોઈને અચંબામા પડી જાય છે.તો સ્થાનિકો ગંદકી ને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે.અને રોષભેર જણાવી રહ્યા છે.કે જેના નામ પર સમગ્ર દેશ માં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.તેના ઘર પાસે જ દિવસો સુધી ગંદકી ના ગંજ ખડકાયેલા રહે છે.જેથી આ માર્ગની જાળવણી કરવામાં આવે અને પ્રવાસીઓ અહીંથી સારી સ્વરછ છાપ લઈને જાય તે માટે આ માર્ગની કાયમી સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

જુઓ આ વિડીયો