પોરબંદર

પોરબંદર ની હિન્દૂ સ્મશાન ભૂમિમાંથી મૃતકના અસ્થિઓ નું વિસર્જન સ્મશાન સામે આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયાકાંઠે કરવામાં આવે છે.પરંતુ હાલ અહી વોક વે બનાવવાની કામગીરી ચાલે છે.જેથી આ સ્થળે અસ્થિ વિસર્જન માટે પગથિયાં સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

પોરબંદર ના સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂ એ ધારાસભ્ય સહીત વહીવટીતંત્ર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે.કે મોટા ભાગ ના લોકો પોતાના સ્વજન ના હિન્દૂ સ્મશાન ભૂમિ ખાતે અગ્નિ સંસ્કાર બાદ તેના અસ્થિઓનું વિસર્જન સ્મશાન સામે આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં કરતા હોય છે.આ સદીઓથી આવતી પરંપરા છે. હાલ ઇન્દ્રેશ્વર મંદિર નજીક અને પાછળ વોક વે ની કામગીરી ધમધમી છે.અને વોકવે બનશે એટલે અસ્થિ વિસર્જન કરવા માટે મુશ્કેલી સર્જાશે.જેથી મંદિર પાસે આવેલ જગ્યા પર અસ્થિ વિસર્જન માટેની સુવિધા કરવામાં આવે અને પગથિયાં બનાવવામાં આવે તેવું રજુઆત માં જણાવ્યું છે.

જુઓ આ વિડીયો