પોરબંદર

પોરબંદર નજીક સમુદ્ર માં ફિશિંગ કરી રહેલ બોટ માં બે શંકાસ્પદ કબુતર આવી ચડતા આ અંગે પોલીસ ને જાણ કરાઈ હતી.અને પોલીસે કબુતર નો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તબક્કે બન્ને કબુતર ગલ્ફ ના કોઈ દેશ ના રેસિંગ કબુતર હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.સાચી હકીકત એફએસએલ તપાસ બાદ જ સામે આવશે.

ભારતીય જળસીમાંથી અવાર નવાર ઘૂસણખોરી અને જાસૂસીને અંજામ આપવામાં આવતો હોય છે.ત્યારે ગઈકાલે બપોર ના સમયે પોરબંદર ની બે ફિશિંગ બોટ સમુદ્ર માં માછીમારી કરી રહી હતી.તે દરમ્યાન બે શંકાસ્પદ જણાતા કબુતર આવી ચડ્યા હતા.જે કબુતર અંગે બોટ ના ખલાસીઓ એ પોલીસને જાણ કરતા પોલીસ વિભાગ તુરંત હરકતમાં આવી ગયો હતો.અને તપાસ કરતા બંને કબૂતરોના પગમાં એક–એક રીંગ બાંધી હોય તેવું જણાઈ આવ્યું હતું.તથા તેની પાંખો પર કોઈ લખાણ તથા સિમ્બોલ મળી આવ્યા હતા.આથી આ મામલે એસઓજી ઉપરાંત ફોરેસ્ટ,એફ.એસ.એલ, વાયરલેસ,બી.ડી.ડી.એસ,વેટરનરી ડોક્ટરો દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.

જે અંગે માહિતી આપતા એસઓજી ના પી એસ આઈ એચ.સી.ગોહિલે જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે બન્ને કબુતર ગલ્ફ ના કોઈ દેશ ના રેસિંગ કબુતર હોવાની શક્યતા છે.અને ખરાબ હવામાન ને કારણે આ તરફ આવી ચડ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પરંતુ આવતીકાલે આ અંગે એફએસએલ ની તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે.તેના પગ માં ઇલેક્ટ્રિક ડીવાઈસ મળી આવ્યું નથી.કબુતરની ઓળખ માટે તેના શરીર પર સિમ્બોલ અને પગ માં રીંગ લગાવવામાં આવી હોવાની શક્યતા છે.

ત્રણ વરસ પહેલા પણ આવું કબુતર મળી આવ્યું હતું
પોરબંદર ના સમુદ્ર માંથી ૨૦૧૮ માં પણ પગ માં રીંગ બાંધેલ આવું જ એક કબુતર પોરબંદર માં થી મળી આવ્યું હતું.તે પણ એફએસએલ ની તપાસ બાદ રેસિંગ કબુતર હોવાનું સામે આવ્યું હતું.

ચીન,યુરોપ અને ગલ્ફ ના દેશો માં લોકપ્રિય છે કબૂતરો ની રેસ
યુરોપ,ગલ્ફ ના કેટલાક દેશો અને ચીનમાં કબુતર ની અલગ-અલગ સ્તરની રેસનું આયોજન કરવામાં આવે છે.જેમાં ઘોડાની રેસ ની જેમ લોકો નસીબ અજમાવે છે.એકસાથે પિંજરામાંથી અનેક કબૂતરોને છોડવામાં આવે છે.પછી ‘હું…ઉ… હું…ઉ’એવો અવાજ કરવામાં આવે છે.સતત પિંજરામાં રહેલા કબૂતરો ગગનમાં વિહરવા ઉતાવળા થયા હોય છે. પણ રેસના સંચાલકો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેના પર નજર રાખે છે.કબૂતરો લાંબી સફર કરીને માલિક પાસે પરત ફરે છે.હરીફાઈ મા ઊડનારા કબૂતરોનો ટ્રેક રેકોર્ડ ઓનલાઈન બહાર પાડવામાં આવે છે.આતુર બનીને બેઠેલા જાણકાર સ્પર્ધકો તેમાં કરોડોની શરત લગાડે છે.પોતાના કબુતર ની ઓળખ માટે તેના પગ માં ટેગ લગાવાય છે.તથા શરીર પર સિમ્બોલ પણ લગાડવામાં આવતો હોય છે.

જુઓ આ વિડીયો