પોરબંદર

પોરબંદર દિલ્હી વચ્ચે વિમાનીસેવા શરુ થઇ છે ૭૮ સીટર વિમાન અઠવાડિયા માં ચાર દિવસ ઉડાન ભરશે.

તાજેતર માં કોરોના કાળ ના બે વર્ષ બાદ પોરબંદર થી મુંબઈ વચ્ચે ની વિમાનીસેવા નો પ્રારંભ થયો હતો.ત્યારે હવે આજ થી પોરબંદર થી દિલ્હી સુધીની વિમાનીસેવા પણ શરુ થઇ છે.આ અંગે માહિતી આપતા એરપોર્ટ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે આજ થી સ્પાઈસજેટ દ્વારા પોરબંદર દિલ્હી સુધીની વિમાનીસેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.૭૮ સીટર વિમાન અઠવાડિયા માં ચાર દિવસ સોમવાર,બુધવાર,શુક્રવાર અને રવિવાર દિલ્હીની ઉડાન ભરશે.આજે પ્રથમ દિવસે વિમાને દિલ્હી થી બપોરે 2 વાગ્યે ઉડાન ભરી હતી અને 4-૩૦ વાગ્યે પોરબંદર પહોંચ્યું હતું ત્યારબાદ પોરબંદર થી આ વિમાન સાંજે 4-૪૫ એ ઉપડ્યું હતું અને સાંજે 7-૧૫ એ દિલ્હી પહોંચ્યું હતું.

પ્રથમ દિવસે વિમાનમાર્ગે દિલ્હી થી ૪૫ મુસાફરો પોરબંદર આવ્યા હતા.જેમાં મોટા ભાગ ના દ્વારકા,સોમનાથ ના પ્રવાસે આવેલા યાત્રાળુઓ હતા તો પોરબંદર થી ૪૦ મુસાફરો એ દિલ્હી માટે ઉડાન ભરી હતી.ટ્રાવેલ્સ એજન્સી સંચાલક સાગરભાઈ મોદી એ જણાવ્યું હતું કે દિલ્હી સુધી ની ફ્લાઈટ શરુ થતા હાલ વેકેશન ના સમય માં દિલ્હી, ઋષિકેશ, શ્રીનગર, લેહ લદાખ ,મનાલી વગેરે સ્થળો એ ફરવા જવા માંગતા લોકોને દિલ્હી થી આ તમામ સ્થળો એ જવા માટે કનેકટીંગ ફ્લાઈટ મળતી હોવાથી સુવિધા માં વધારો થશે.ઉપરાંત નેવી કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સી ના જવાનો,અધિકારીઓ ,રાજકીય આગેવાનો ઉપરાંત વેપારીઓ ને ખુબ ઉપયોગી નીવડશે.દિલ્હી સુધીની વિમાનીસેવા અંગે અગાઉ સાંસદ રમેશભાઈ ધડુકે રજૂઆત કરી હતી જેને સફળતા મળતા સાંસદ રમેશભાઈ ધડુક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને દિલ્હી થી આવતા પ્રવાસીઓ ને આવકાર્યા હતા.

જુઓ આ વિડીયો