પોરબંદર

પોરબંદર જીલ્લા માં ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઇ ને તંત્ર દ્વારા ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે.જીલ્લા માં ૫૯ મતદાન મથક સંવેદનશીલ અને ૨૮ મતદાન મથક અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે.

પોરબંદર જીલ્લા 130 ગ્રામ પંચાયત ની ચૂંટણી ૧૯ ડીસેમ્બર ના રોજ યોજાશે.તે પહેલા 31 ગ્રામપંચાયત સમરસ થઈ હતી.આથી જિલ્લામાં 98 ગ્રામપંચાયતમા કુલ 254 સરપંચપદ ના ઉમેદવારો અને 1687 સભ્યો વચ્ચે ચૂંટણી થશે.આ અંગે માહિતી આપતા કલેકટર અશોક શર્મા એ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કુલ 185 મતદાન મથક છે.દરેક મતદાન મથક પર 1-1 મતપેટી રાખવામાં આવશે.જ્યાં 1200 થી વધુ મતદારો હોય ત્યાં બે મતપેટી રાખવામાં આવશે.એટલે કુલ 370 મતદાન પેટી નો ઉપયોગ થશે.ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 185 મતદાન મથકો માંથી 59 મતદાન મથક સંવેદનશીલ અને 28 મતદાન મથક અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.21 ડિસેમ્બરે થનારી મત ગણતરી માટે પોરબંદરની માધવાણી કોલેજ, રાણાવાવની વિનિયન કોલેજ અને કુતિયાણા સરકારી હાઈસ્કૂલ નિયત કરાઈ છે.આ ચૂંટણીમાં 1 બુથ પર 1 પ્રિસાઈડિંગ ઓફિસર, 4 પોલિંગ ઓફિસર અને 1 પ્યુન રહેશે.185 બુથ પર કુલ 1110 ઓફિસર સ્ટાફ તૈનાત રહેશે તેમજ 15 ટકા સ્ટાફ રિઝર્વ રાખવામાં આવશે તેવું પણ કલેકટરે જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો