પોરબંદર

પોરબંદર જિલ્લામાં કોરોનાવેક્સીનેસન કામગીરીને એક વર્ષ પૂર્ણ થયું છે.ત્યારે જિલ્લામાં 88.54 ટકા લોકો એ પ્રથમ અને 86.50 ટકા લોકો એ બીજો ડોઝ લીધો છે.તંત્ર પ્રીકોશન ડોઝ માં પણ અસકારક કામગીરી કરવા સજ્જ બન્યું છે.

પોરબંદર જીલ્લા માં કોરોના સામે રક્ષણ આપતી રસી આપવાની કામગીરી 16 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવી હતી.જેમાં પ્રથમ તબક્કે હેલ્થ કેર વર્કરોને વેક્સીન નો પ્રથમ ડોઝ આપવાની કામગીરી કરાઈ હતી.ત્યાર બાદ તબક્કાવાર રસીકરણ કામગીરી વેગવંતી બનાવી ફ્રન્ટલાઈન વર્કર,60થી વધુ વયના,બાદ 45 થી 49 વયના અને 18 થી 44 વય તેમજ 15 થી 17 વર્ષના કિશોર ઉપરાંત તાજેતરમાં પ્રીકોશન ડોઝ આપવાની પણ કામગીરી શરુ ધરવામાં આવી છે.

ત્યારે ઇન્ચાર્જ ડીડીઓ એસ ડી ધાનાણી એ આપેલ માહિતી મુજબ જિલ્લામાં 4262 હેલ્થવર્કરો,16840 ફ્રન્ટલાઈન વર્કરો,72745 60થી વધુ વયના લોકોએ,45 થી 59 વય ધરાવતા 109525 લોકોએ 15 થી 17 વયના 21226 કિશોરોએ તેમજ 18 થી 44 વય ધરાવતા 236285 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.આમ પ્રથમ ડોઝની 520520 ટાર્ગેટ સામે 460883 લોકોએ રસી લેતા પ્રથમ ડોઝ માં 88.54 ટકા કામગીરી થઈ છે.

જયારે બીજા ડોઝ માં 4240 હેલ્થવર્કરો,16454 ફ્રન્ટલાઈન વર્કરો,68480 60થી વધુ વયના લોકોએ,45 થી 59 વય ધરાવતા 103368 લોકોએ તેમજ 18 થી 44 વય ધરાવતા 206122 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.આમ બીજા ડોઝમા 460883 ના ટાર્ગેટ સામે કુલ 398664 લોકોએ રસી લીધી છે.જેથી 86.50 ટકા કામગીરી થઈ છે.તંત્ર પ્રીકોશન ડોઝ માં પણ અસરકારક કામગીરી કરવા સજ્જ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.અને બાકી રહેતા તમામ લોકો ને વહેલીતકે કોરોના રસી લઇ લેવા પણ તેઓએ અપીલ કરી છે

જુઓ આ વિડીયો