પોરબંદર

પોરબંદર જીલ્લા માં કોરોના થી અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારજનો ને સહાય ચુકવવાની કામગીરી ચાલી રહી છે.તે અંતર્ગત અત્યાર સુધી માં કુલ ૧૪૫ લોકો ના પરિવારજનો ને ૭૨ લાખ ની સહાય ચુકવવામાં આવી છે.

કોરોના ની બીજી લ્હેર દરમ્યાન પોરબંદર માં અનેક લોકો ના મોત થયા હતા.સરકાર દ્વારા કોરોના ના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને એસડીઆરએફ માંથી 50 હજાર સહાય આપવામાં આવી રહી છે.ડીઝાસ્ટર શાખા ના મામલતદાર ડી સી જાડેજા એ આપેલ માહિતી મુજબ અત્યાર સુધી માં કોરોના થી મૃત્યુ પામેલા લોકો ના વારસદારો ને સહાય માટે ના 443 ફોર્મ વિતરણ કરાયા છે.જેમાંથી 372 ફોર્મ ભરીને પરત આવ્યા છે.તે પૈકી 203 ફોર્મ મંજુર કરવામાં આવ્યા છે.જ્યારે 35 ફોર્મ નામંજૂર થયા છે.બાકી રહેતા 134 ફોર્મ અંગેની ચકાસણી ચાલુ છે.મંજુર કરેલ કેસ પૈકી 145 વારસદારોને કુલ રૂ. 72.50 લાખની સહાય ચુકવવામાં આવી છે.જયારે 58 વારસદારો ને સહાય ચુકવવાની બાકી છે.જે આગામી સમય માં ચુકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પોરબંદર જીલ્લા માં કોરોના થી મૃત્યુ પામેલા લોકો નો સરકારી આંકડો ૧૬૭ નો છે.તેની સામે સરકારે ૨૦૩ ફોર્મ તો અત્યાર સુધી માં મંજુર કર્યા છે.ત્યારે કોરોના થી અવસાન પામેલા લોકો નો વાસ્તવિક આંક સરકારી આંક કરતા અનેક ગણો વધારે હોવાનું જણાઈ રહ્યું છે.

જુઓ આ વિડીયો