પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થી થયેલ પાક નુકશાન અંગે સર્વે કામગીરી હાથ ધરાઈ છે.ગ્રામસેવકો ની ટીમ દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.

પોરબંદર જિલ્લામાં ગત શુક્રવારે કમોસમી વરસાદ પડ્યો હતો.જેમાં પોરબંદર તાલુકામાં 20 મીમી,રાણાવાવ તાલુકામાં 14 મીમી અને કુતિયાણા તાલુકામાં 4 મીમી વરસાદ નોંધાયો હતો.આ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકશાન થયું હતું.આથી આ અંગે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પરમારે જણાવ્યું હતું કે,જિલ્લામાં કમોસમી વરસાદ પડયા ની થોડી ક્લાકો બાદ જ તડકો નીકળ્યો હતો.જેથી પ્રાથમિક દ્રષ્ટિએ પાકને નોંધપાત્ર નુકશાન થયું હોય તેવું સામે આવ્યું નથી.તેમ છતાં આ અંગે ગ્રામ સેવકો દ્વારા ફિલ્ડમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.સર્વે બાદ પાક નુકશાન અંગેનો રિપોર્ટ આવશે.ત્યારે આ રિપોર્ટ ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવશે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,કમોસમી વરસાદ બાદ વાદળછાયું વાતાવરણ અને ઠંડી ના કારણે પાકમાં રોગ, જીવાત આવે તો ખેડૂતોએ આગોતરું આયોજન કરવું જોઈએ.જેમાં જીરુનો પાક સૌથી સંવેદન હોવાથી ફૂગજન્ય રોગ આવે તો નિયત માત્રા માં દવાનો છંટકાવ કરવો જોઈએ.

જુઓ ખેતીવાડી અધિકારી દ્વારા અપાઈ ખેડૂતલક્ષી માહિતી