પોરબંદર

પોરબંદર જીલ્લા કોંગ્રેસ પ્રમુખે લોકો ની સમસ્યા જાણવા એસટી મારફત મુસાફરી શરુ કરી છે.જીલ્લા ના ૧૫૨ ગામડાઓ નો પ્રવાસ કરી સમસ્યાઓ જાણી આ અંગે રાજ્યસરકાર ને રજૂઆત કરશે.

પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ની કાર માં તાજેતર માં અકસ્માત થયો છે.જેથી તેઓએ એસટી બસ માં મુસાફરી કરી ગ્રામ્ય વિસ્તાર નો પ્રવાસ શરુ કર્યો છે.તેઓએ જણાવ્યું હતું કે આઝાદી ના સાત દાયકા બાદ પણ અનેક ગામડાઓ સુવિધા વિહોણા છે.ત્યારે તે અંગે સાચી માહિતી બહાર લાવવા અને તે પ્રશ્નો અંગે સરકાર ની આંખ ઉઘાડવા એસટી મારફત પ્રવાસ શરુ કર્યો છે.એસટી માં સામાન્ય મુસાફર બની ને અન્ય મુસાફરો સાથે વાતચીત કરી ને ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર ની મુલાકાત લઇ ને તેઓની સમસ્યાઓ ની જાણકારી મેળવતા અનેક ગામો માં વીજળી ની સમસ્યા,પીવાના પાણી ની સમસ્યા,અપૂરતી આરોગ્ય સુવિધા, સિંચાઈ ની અપૂરતી વ્યવસ્થા ,એસટી બસ સમયસર મળતી ન હોવાની સમસ્યા સહીત અનેક સમસ્યાઓ સામે આવી છે.આ રીતે ૧૫૨ ગામડાઓ નો પ્રવાસ કરશે.

બસ માં ઘણી વખત જગ્યા ન હોવાથી સામાન્ય નાગરિક ની જેમ ઉભા ઉભા પણ મુસાફરી કરી છે.૨૫ વરસ બાદ તેઓ એસટી બસ નું પગથીયું ચડ્યા હોવાનું જણાવ્યું હતું.વધુ માં એવું પણ જણાવ્યું હતું કે એસટી બસો માં ધારાસભ્ય ,સાંસદ ની સીટ અનામંત રાખવામાં આવે છે.પરંતુ એ સીટ વરસો થી ખાલી હોય છે.ત્યાં પ્રજા ના પ્રતિનિધિઓ બેસતા ન હોવાથી એ સીટો નેતાઓની રાહ જોઈ રહી છે.લોકો પાસે થી સમસ્યાઓ નો ચિતાર મેળવી તેઓ આ અંગે સરકાર માં પણ રજૂઆત કરશે.

જુઓ આ વિડીયો