પોરબંદર

પોરબંદર જિલ્લામાં મતદાર યાદી સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૪૯૩ બુથ ખાતે એક માસ દરમ્યાન ૨૧૧૦૮ ફોર્મ ભરાયા હતા.જેમાં ૧૮ વરસ થી વધુ ના ૪૩૪૯ સહીત કુલ ૧૧૬૫૩ મતદાર નવા ઉમેરાયા છે.જયારે ૩૨૨૩ મતદારો ના નામ કમી થયા છે.

ચુંટણી પંચના આદેશ મુજબ પોરબંદર જીલ્લા માં વહિવટી તંત્ર દ્વારા તા.1 જાન્યુઆરી 2022 ની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવેમ્બર માસની તા.14 અને 21ના રવિવારોએ, તા.27 અને 28 નવેમ્બરના રોજ જિલ્લાના 493 બુથો પર મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં પોરબંદર વિધાનસભા વિસ્તાર માં ૧૦૪૧૧ અને રાણાવાવ-કુતિયાણા વિધાનસભા માં ૧૦૬૯૭ મળી કુલ ૨૧૧૦૮ ફોર્મ ભરાયા હતા.જેમાં પોરબંદર વિધાનસભા માં નવા મતદારો ૫૬૫૦ તથા કુતિયાણા વિધાનસભા માં નવા મતદારો ૬૦૦૩ મળી કુલ ૧૧૬૫૩ મતદારો નવા ઉમેરાયા છે.જેમાં ૧૮-૧૯ વયજૂથ માં પોરબંદર માં ૨૧૨૮ અને કુતિયાણા માં ૨૨૨૧ મળી ૪૩૪૯ મતદાર નવા ઉમેરાયા છે.તો પોરબંદર વિધાનસભામાં ૧૨૨૧ અને કુતિયાણા વિધાનસભા માં ૨૦૦૨ મળી કુલ ૩૨૨૩ મતદારો ના નામ કમી થયા છે.વિગત માં સુધારો કરવા માટે ના પોરબંદર માં ૨૩૬૮ અને કુતિયાણા માં ૨૪૫૦ મળી કુલ ૪૮૧૮ ફોર્મ ભરાયા છે.જયારે એક જ વિધાનસભા માં એક ભાગ માં થી બીજા ભાગ માં જવા માટે ના પોરબંદર માં ૧૧૭૨ અને કુતિયાણા માં ૨૪૨ મળી કુલ ૧૪૧૪ ફોર્મ ભરાયા છે.આવેલા ફોર્મ ની ચૂંટણી શાખા દ્વારા ચકાસણી કરવા માં આવશે.અને અધુરી વિગત હશે.તો ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે તેવું જાણવા મળે છે.

જુઓ આ વિડીયો