પોરબંદર

ડીજીટલ યુગ માં બાળકો શેરી રમતો થી માહિતગાર થાય તે માટે પોરબંદર અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીરસેના લેડીઝ વિંગ દ્વારા ચોપાટી ખાતે શેરી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૮૦ થી વધુ બહેનો બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-પોરબંદર ઝોન-લેડીઝ વીંગ દ્વારા તા.૪ ડીસેમ્બર ૨૦૧૬ થી લોહાણા જ્ઞાતિનાં બહેનો તથા બાળકોના સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ તથા બૌધ્ધિક તેમજ વૈજ્ઞાનિક રીતે દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી અવનવા પ્રોજેકટસ યોજાય રહયા છે.

કોવીદ-૧૯ નાં કપરા સમય દરમ્યાન સંસ્થા દ્વારા ઓનલાઈન લાઈવ પ્રોજેકટસ પણ યોજવામાં આવતા હતા.ઘણા સમય બાદ ફરીથી બહેનો તથા બાળકોને ENERGETIC બનાવવા તથા LIVELINESS લાવવાની દ્રષ્ટિએ તેમજ આજનાં ડીજીટલ-મીડીયાનાં યુગમાં આપણાં દાદીબાનાં સમયની શેરી રમતો પણ માણી શકાય તે હક્કીત સૌની સમજમાં આવે તે માટે વિવિધ શેરી રમતો ચોપાટી ખાતે ગાંધી સ્મૃતિ પાછળનાં ગ્રાઉન્ડમાં રમાડવામાં આવી,જેનો લાભ ૮૦ થી વધુ બહેનો તથા બાળકોએ ઉત્સાહપૂર્વક મેળવ્યો હતો.

શેરી રમતોમાં ઘમાલીચો ધોકો, નદી-પર્વત, રંગે રંગ, ટમેટુ રે ટમેટુ, પકડમ પટી, મીની ઠેકામણી , સાત ઘર,આંધડો પાડો, નાગલીયો, રૂમાલ દાવ, મોરના ઈંડા, ઉભી ખો, શોટ ગો, સાંકળી સાત તાળી, સાત ઘર વગેરે બહેનો તથા બાળકોના AGE GROUP WISE સાંજે ૪ થી ૬:૩૦ સમય દ્વારા રમાડવામાં આવ્યા.

આ પ્રોજેકટ ને સફળ બનાવવા ભાવીકાબેન ગૌરવભાઈ રાડીયા,ચાંદનીબેન જીતેશભાઈ રાયઠઠા,બીનાબેન પ્રવીણભાઈ હિંડોચા,કાજલબેન પિયુષભાઈ રૂધાણી,જીજ્ઞાબેન ભાવેશભાઈ તન્ના,મનીષાબેન મેહુલભાઈ રાયચુરા,જાહવિબેન વિપુલભાઈ કોટેચા,દર્શનાબેન ધવલભાઈ મોનાણી,અલ્પાબેન હિતેષભાઈ અમલાણી,વંદનાબેન ડી. રૂપારેલ,દુર્ગાબેન આર. લાદીવાલા વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવેલ.

સૌને સંસ્થા તરફથી નાસ્તો આપવામાં આવેલ અને છેલ્લે ૐ કાર તથા પ્રાર્થના દ્વારા સમાપન કરવામાં આવેલ.

જુઓ આ વિડીયો