પોરબંદર

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ નો સત્કાર સમારોહ યોજાયો હતો.જેમાં વિવિધ ૫૩ જેટલા એસોસિએશન સહીત વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓનું સન્માન કરાયું હતું.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તરીકે જીગ્નેશભાઈ કારીયા ની સતત આઠમી વખત બે વર્ષ માટે વરણી થઇ છે. જેમાં અગાઉ ત્રણ વખત ચૂંટણી માં વિજેતા બન્યા બાદ અને છેલ્લી પાંચ ટર્મ થી બિનહરીફ વરણી થતી આવી છે.ત્યારે ગઈ કાલે બિરલા હોલ ખાતે તેમનો સત્કાર સમારોહ યોજાયો હતો.જેમાં જેમાં શહેર ની વિવિધ સંસ્થાઓ,૫૩ વેપારી એસોસિએશન દ્વારા ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયા,કલેકટર અશોક શર્મા ની ઉપસ્થિતિ માં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ઉપરાંત જામનગર લોહાણા મહાજન ના પ્રમુખ અને ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ જીતુભાઈ લાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત ચેમ્બર ની વાર્ષિક સાધારણ સભા પણ યોજાઈ હતી જેમાં વિવિધ બાબતો અંગે ચર્ચા કરાઈ હતી.

જુઓ આ વિડીયો