પોરબંદર

પોરબંદર ખાતે ૨૫ કિમી ની સાયક્લોફ્નનું આયોજન થતા મોટી સંખ્યા માં શહેરીજનો જોડાયા હતા.

પોરબંદર ખાતે રોટરી ક્લબ ઓફ પોરબંદર અને પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા ૨૫ કિમી ની સાયકલો ફન ૨૦૨૨ નું આયોજન કરાયું હતું.આ સાયકલ રેલીને જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી એ ઝંડી ફરકાવીને રવાના કરાવી હતી.આ સાયકલ રેલી માં ૨૫૦ જેટલા લોકો જોડાયા હતા.જેમાં સાત વર્ષ ના મહર્ષિ નામના બાળક સહીત ૧૦ બાળકો ઉપરાંત બહેનો અને વડીલો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.અને સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ અંગે જાગૃતિ દાખવી હતી.

સમગ્ર આયોજન માં સાયકલોફન ૨૦૨૨ ની ટિમ રો. કેતન પારેખ પ્રમુખ રોટરી ક્લબ ઓફ પોરબંદર,રો.કપિલભાઈ કોટેચા સેક્રેટરી,રો.મિલન ઠકરાર પ્રો. ચેર.રો.અનીલરાજ સિંઘવી,રો. પુર્ણેશ જૈન,રો. જીજ્ઞેશ લાખાણી,રો. નિમિશ શાહ, ડો. દર્શક પટેલ,ભરત મેસવાણીયા,મનીષ માલવીયા,નમન જૈન,આંશી ઠકરાર અને દિલેન લાખાણી વિગેરે મિત્રો જુદી વ્યવસ્થા સંભાળીને રેલીને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.રેલીને રૂટમાં ટ્રાફિક અડચણ વિના પસાર કરવા પોલીસની ટિમ પણ સતત સાથે રહી હતી.તથા મેડિકલ ઇમરજન્સી માટે ડો.સિદ્ધાર્થ અને ડૉ. નુતનબેન ગોકાણી તથા તેમની ટિમ રેલી દરમિયાન હાજર રહી હતી.

જુઓ વિડીયો