પોરબંદર

પોરબંદર ખાતે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ઓપન પોરબંદર સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરાયું છે.જેમાં કૌવત બતાવવા તરવૈયાઓ માં ભારે ઉત્સાહ જોવા મળે છે.

પોરબંદર ખાતે છેલ્લા ૨૦ વરસ થી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા નું આયોજન કરતા શ્રીરામ સી સ્વિમીંગ ક્લબ દ્વારા ઓપન પોરબંદર સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન તા. 26 ડિસેમ્બર રવિવારના રોજ સવારે 6:30 કલાકથી રાખવામાં આવ્યું છે.ક્લબ ના પ્રમુખ દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે ફક્ત પોરબંદર જિલ્લાના લોકો માટે જ આ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પીટીશન છે.જેમાં 1 કિમિ તથા 10 કિમિ એમ બે પ્રકારની સ્પર્ધા રાખવામાં આવેલ છે.1 કિમિ સ્પર્ધા માટે 6 થી 14 વર્ષ, 14 થી 40 અને 40 થી 60 તેમજ 60થી વધુની વય ધરાવતા ભાઈઓ બહેનો ભાગ લઈ શકશે.તેમજ 10 કિમીની સ્પર્ધામા વય મર્યાદા રાખવામાં આવેલ નથી.

આ સ્પર્ધા માટે સમુદ્રમાં 5 પીલાણા, 10 કાયાકિંગ તેમજ ક્લબના મેમ્બર રેસ્ક્યુ માટે રહેશે.ઉપરાંત મેડીકલ ટીમ પણ ખડે પગે રાખવામાં આવશે.સ્પર્ધા માં સ્ટોપ વોચથી ટાઇમિંગ મેળવી વિજેતા જાહેર કરાશે.અને ટોપ 5 વિજેતા રાષ્ટ્રીય કક્ષાએ સમુદ્રી તરણ સ્પર્ધામાં કોઈ ચાર્જ વગર ભાગ લઈ શકશે.ભાગ લેવા માટે સ્પર્ધકો એ ઓનલાઈન રજીસ્ટ્રેશન તા. 21/12 સુધી કરાવવા જણાવાયું છે.આગામી તા. 8 અને 9 ના રોજ પોરબંદર ખાતે રાષ્ટ્રીય સામુદ્રિક તરણ સ્પર્ધા યોજાનાર છે.તે પહેલા આ સ્પર્ધા માં પોતાનું કૌવત બતાવવા માટે તરવૈયાઓ માં ભારે ઉત્સાહ જોવા મળે છે.

જુઓ આ વિડીયો