પોરબંદર

પોરબંદર ના એસટી ડેપો ખાતે પાણી નો ટાંકો લીક થતા પીવાનું પાણી ખલાસ થઇ ગયું હતું.જેથી મુસાફરો તથા એસટી સ્ટાફ ને બહાર પાણી વેચાતું લેવું પડ્યું હતું.તો બીજી તરફ ડેપો ખાતે અનેક પંખા બંધ હોવાથી કાળઝાળ ગરમી માં મુસાફરો મુશ્કેલી માં મુકાયા હતા.

પોરબંદર એસટી ડેપો ખાતે પીવાના પાણી નું સ્ટોરેજ થાય તે તે ટાંકો લીક હોવાથી પાણી નો સંગ્રહ થઇ ન શકતા પાણી ખલાસ થઇ ગયું હતું.જેથી પાણી ના પરબ ખાતે મુસાફરો તથા એસટી સ્ટાફ ને પાણી ન મળતા તેઓને બહાર થી પાણી વેચાતું લઇ પીવું પડ્યું હતું.તો બીજી તરફ ડેપો ખાતે ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી વોટર કુલર અને આર ઓ પ્લાન્ટ ફીટ કરવામાં આવ્યા હતા.તે પણ ઘણા સમય થી બંધ હાલત માં હોવાથી મુસાફરો ને ટેંક માં પાણી હોય ત્યારે પણ શુદ્ધ અને ઠંડું પાણી મળતું નથી.

એસટી ડેપો ખાતે ચાર પંખા પણ લાંબા સમયથી બંધ છે.જે હજુ સુધી રીપેર કરવામાં આવ્યા નથી.જેથી ઉનાળા ની કાળઝાળ ગરમી માં મુસાફરો એ ગરમી માં શેકાવું પડે છે.આ અંગે ઇન્ચાર્જ ડેપો મેનેજર મુકેશ સોલંકીને પૂછતા પોતે ડેપો ખાતે એક માસ થી જ ફરજ બજાવતા હોવાથી આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.હાલ ભર ઉનાળે તડકામાં મુસાફરો પંખા અને પાણી વિના મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો