પોરબંદર

પોરબંદરની સેલ્ફ ડિફેન્સ, માર્શલઆર્ટ્સ અને ફિટનેસના ક્ષેત્રમાં એક્સટ્રીમ ફિટનેસ કેરને વર્ષ 2021 માટે બેસ્ટ વિમેન સેલ્ફ ડિફેન્સ અને ફિટનેસ સર્વિસ પ્રોવાઈડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.આ એવોર્ડ બોલિવૂડ સ્ટાર એક્ટ્રેસ હુમા કુરેશીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે માર્શલ આર્ટસ અને ફિટનેસ એક્સપર્ટ્સ કેતન કોટિયા અને સુરજ મસાણી દ્વારા એક્સટ્રીમ ફિટનેસ કેર અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ તથા અન્ય સંસ્થાઓ આયોજન કરી જિલ્લાની વિવિધ શાળા, કોલેજો અને મહિલા સંગઠનોમાં આ ફિટનેસ કેર અંતર્ગત માર્શલ આર્ટસ એક્સપર્ટ કેતન કોટિયા દ્વારા તૈયાર કરાયેલા વિશેષ ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ, મહિલા સ્વરક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમ માં 5000 થી પણ વધારે બહેનોને તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે.આ સાથે જ સમાજ ના દરેક વર્ગના બાળક, યુવક યુવતીઓ,વયસ્ક વૃધ્ધો ,પોલીસ, ડિફેન્સ દરેક માટે વૈજ્ઞાનિક સરળ અને એડવાન્સ 40 થી પણ વધારે ફિટનેસ પ્રોગ્રામ આપવા બદલ સમસ્ત ગુજરાત માં અનોખી પરિણામ લક્ષી ફિટનેસ એક્ટિવિટીસ આપવા બદલ બેસ્ટ વિમેન સેલ્ફડિફેન્સ અને ફિટનેસ સર્વિસ પ્રોવાઇડર ઓફ ધ યર એવોર્ડ થી સન્માનવામાં આવ્યા હતા.

જુઓ આ વિડીયો