પોરબંદર

પોરબંદર જીલ્લા માં હાલ માં ચાલી રહેલા ધાર્મિક તહેવારો દરમ્યાન કોમી વૈમનસ્ય ન ફેલાય તથા કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત મંદિરો મસ્જિદો પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અને સોશ્યલ મીડિયા પર બાજનજર રાખવામાં આવી રહી છે.

પોરબંદર પોલીસે જણાવ્યું છે કે હાલમાં ચાલી રહેલા ધાર્મિક તહેવારો દરમ્યાન અમુક આવારા તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતિ ડહોળવા તથા કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડિયા પર શાંતિ ભંગ કરતી પોસ્ટ મૂકી જાહેર શાંતિ ને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું જણાઈ આવેલ છે આથી કોઈ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે અથવા કરાવશે તેની સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે
જિલ્લામાં કોઈ અનિરછનીય બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા વધુ સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમો બનાવી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.વિવિધ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજી શાંતિ જળવાઈ રહે તે માટે સમજ આપવામાં આવી છે. ઉપરાંત શહેરના વિસ્તારોમાં આવેલ મસ્જિદો તથા મંદિરોમાં પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવે છે પોલીસ તરફથી તમામ નાગરિકોને તમામ તહેવારો ભાઈચારાની નીતિ થી ઉજવવા અનુરોધ કર્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું છેકે, કોઈ ધાર્મિક લાગણી કે વૈમનસ્ય પેદા કરતી પોસ્ટ કોઈના ધ્યાને આવે એટલે અન્ય કોઈ વ્યક્તિ કે ગ્રુપમાં ફોરવર્ડ ના કરવું અને તાત્કાલિક પોલીસ કન્ટ્રોલના સોશિયલ સોશ્યલ મીડિયા નં. – 8980009815 કે 100 નંબર પર જાણ કરવા જણાવ્યું છે. અને આવી પોસ્ટની પોલીસને જાણ કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ જણાવાયું છે.

જુઓ આ વિડીયો