પોરબંદર

પોરબંદરના જૈન સમાજના 14 વર્ષ થી 60 વર્ષ સુધીના 11 લોકોએ 47 દિવસ સુધી આરાધનાધામ ખાતે આકરી તપસ્યા કરી હતી.જેથી આ સમાજ દ્વારા આ તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.

આરાધના ધામ ખાતે પરોપકારી વજ્રસેન વિજયજી મહારાજ,આચાર્ય મનમોહન સુરીજી મહારાજ અને આચાર્ય હેમપ્રભુસુરીજી મહારાજની શુભ નિશ્રામાં ઉપધાન તપમાં પોરબંદરના 14 વર્ષથી 60 વર્ષ સુધીના 11લોકો બેઠા હતા.આ તપસ્વીઓએ તા. 28 ડિસેમ્બર થી તા. 15 ફેબ્રુઆરી સુધી 47 દિવસ સુધી ઉપધાનમાં રહીને ભગવાન મહાવીર સ્વામીની આકરી તપસ્યા કરી હતી.

આ ઉપધાન તપ માંથી પોરબંદરના 11 તપસ્વીઓ કુસુમબેન પારેખ,હંસાબેન સાવડીયા,અર્ચનાબેન શેઠ,શિવાંગીબેન શેઠ,ઉર્વીબેન વારીયા,દિક્ષાબેન દોશાણી,કૃતિત વારીયા,પ્રતિમ વારીયા,અક્ષા વારીયા,કિરીટભાઈ રામાણી અને કેવલ વારીયા પોરબંદર આવતા જૈન સમાજ દ્વારા કલ્યાણી જૈન દેરાસરથી વાજતે ગાજતે આ તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થતા લોકોએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.આ શોભાયાત્રા શહેર ના રાજમાર્ગ ઉપરથી પસાર થઇ કિર્તીમંદિરની સામે આવેલ દશાશ્રીમાળી વાડી ખાતે પુર્ણ થઇ હતી.આ ધાર્મિક પ્રસંગમાં બહેનોની સાંજી તથા જૈન સંઘ જમણવાર યોજાયો હતો.આ પ્રસંગે જૈન ટ્રસ્ટના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

જુઓ આ વિડીયો