પોરબંદર

પોરબંદરના મુખ્ય હિન્દૂ સ્મશાન ભૂમિ ખાતે લાકડા રાખવાના ગોડાઉન તથા બેઠક માટેની છત બિસ્માર બની છે.આજે સવાર ના સમયે છત પર થી પોપડા ખરતા લાકડા લેવા આવેલા ડાઘુઓ માં પણ ભય જોવા મળતો હતો.જેથી બાગબગીચા માં કરોડો નો ખર્ચ કરતી પાલિકા આ પાયા ની સુવિધા મામલે પણ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

પોરબંદરના મુખ્ય હિન્દૂ સ્મશાન ભૂમિ ખાતે અનેક અસુવિધા જોવા મળે છે.ખાસ કરીને લાકડા,છાણા અને ઘાસ સહિતની ચીજો રાખવા માટેનું ગોડાઉન ઘણા વરસો થી બિસ્માર છે.છત ઉપરથી પોપડા પડી રહયા છે.અને લોખંડ ના સળિયા બહાર આવી ગયા છે.ગઈકાલે સવાર ના સમયે છત પર થી પોપડા ખરતા લાકડા લેવા આવેલા ડાઘુઓ માં ભય જોવા મળતો હતો.આ ગોડાઉન ની દીવાલ પર મસમોટી તિરાડ પડી છે.જેથી ચોમાસામાં વરસાદી પાણી રૂમમાં આવે છે.

ગત વર્ષે પણ અનેક લાકડા,છાણા સહિતની ચીજોને વરસાદી પાણી ટપકવાથી નુકશાન થયું હતું.જેથી લાકડા સહિતની ચીજ રાખવા માટેના ગોડાઉનનું તાકીદે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે.આ ઉપરાંત સ્મશાનભૂમિમાં આવતા ડાધુઓ માટે અસુવિધા જોવા મળે છે.જેમાં મૃતદેહને લાકડામાં અગ્નિદાહ આપ્યા બાદ ડાધુઓ માટે જ્યા બેસવાની વ્યવસ્થા છે તેની છત પણ બિસ્માર બની છે.અને ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે.અને તેમાંથી પણ પોપડા ખરી રહ્યા છે.અહી પંખા પણ નથી જેથી ઉનાળાની ગરમીમાં ડાધુઓને ઉકળાટ સહન કરવો પડે છે.આથી બાગ બગીચા સહીત અનેક સ્થળો એ કરોડો ના ખર્ચ કરતી પાલિકા દ્વારા સ્મશાન ભૂમિ ખાતે જરૂરી સમારકામ કરવામાં આવે અને પંખા ફિટ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો