પોરબંદર

પોરબંદર જીલ્લા માં અકસ્માત ના બે બનાવ માં વૃદ્ધા નું મોત થયું છે.જયારે ચાર ને ઈજા થઇ છે.

પોરબંદરના માધવાણી કોલોજ નજીક ગઈકાલે રાત્રીના એક કારચાલકે રિક્ષાને પાછળથી ઠોકર મારી દેતા રિક્ષામાં સવાર 4 વ્યક્તિને ઈંજા પહોંચી હતી.જ્યારે કારચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. જે મામલે ભાવસિંહજી હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ છાયામાં રહેતો સાગર રામભાઈ ચાંડપા નામના યુવાને પોલીસ ને જણાવ્યું હતું કે રવિવારે તેઓ કુતિયાણા ગયા હતા.અને એક રીક્ષામા તેલના ડબ્બા લઈને પોરબંદર આવતા હતા.ત્યારે માધવાણી કોલેજ નજીક રાત્રે 11 કલાકે એક કારચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી રિક્ષાને પાછળથી ઠોકર મારી દેતા રીક્ષા પલટી મારી ગઈ હતી.

જેથી રિક્ષામાં સવાર મુસાફરોને ઈંજા પહોંચતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં સાગરને ગંભીર ઈંજાઓ પહોંચી હોવાથી જામનગર ખાતે રીફર કરવામાં આવ્યો છે.જ્યારે અન્ય ઈંજાગ્રસ્તોમા બોખીરાના અજય સુરેશ પોસ્તરીયા,છાયામાં રહેતા વનીતાબેન કિશોર સોનેરી,હાર્દિક કિશોર સોનેરીનો સમાવેશ થાય છે.અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર રિવર્સમાં ચલાવી નાશી છૂટ્યો હતો.તેવું ઈંજાગ્રસ્તોએ જણાવ્યું હતું.પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

તો અન્ય એક બનાવ માં રાણાવાવ ના ધ્રુબકા નેસ પાસે રહેતા લખમણભાઈ રણમલભાઈ સોમાણી એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈ કાલે તેના માતા કેસરબેન રણમલભાઈ સોમાણી (ઉવ ૮૫) રાણાવાવ ના એસટી ડેપો નજીક થી પસાર થઇ રહ્યા હતા.ત્યારે એક ટ્રેકટર ચાલકે ટ્રેકટર પુરઝડપે ચલાવી કેસરબેન ને હડફેટે લઇ પછાડી દીધા હતા.આથી તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું.પોલીસે ગુન્હો નોંધી ટ્રેક્ટર ના નંબર ના આધારે ચાલક ની શોધખોળ હાથ ધરી છે.

જુઓ આ વિડીયો