પોરબંદર

પોરબંદર ની નિરમા ફેકટરીના 140 જેટલા કેઝ્યુઅલ કર્મીઓને ચડત પગાર ની રકમ ન ચૂકવતા શ્રમ આયુક્ત કચેરી ખાતે અધિકારીને આવેદન પત્ર પાઠવી વહેલી તકે પગાર ચૂકવવા માટે કાર્યવાહી કરવા માંગ કરી છે.

પોરબંદરની નિરમાં કંપનીના કેઝ્યુઅલ કામદારો એ મોટી સંખ્યા માં એકત્ર થઇ શ્રમ આયુક્ત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે.જેમાં જણાવ્યું છે કે કંપનીમાં 140 જેટલા કેઝ્યુઅલ કામદાર છે.ફેક્ટરી દ્વારા કોઈ જાણ કર્યા વગર સામુહિક રીતે વર્ષના પગાર અટકાવી આ કામદારો ને ફરજ સોંપણી બંધ કરી છે.અચાનક, ગેરકાયદેસર અને કાઇપણ જાતની લેખિત કારણ જણાવ્યા વગર મૌખીક રીતે તા ૧૩-૧૦-૨૦૨૧ થી અચોકકસ મુદત સુધી કારખાનુ બંધ રહેશે.તેવુ મેનેજમેન્ટે જણાવ્યું હતું.ત્યાર બાદ કોઇને પણ ફરજ સોંપણી કરતા નથી.કે તેની લેખિત જાણ પણ કરતા નથી.અને મૌખીક વાટાઘાટો કે જરૂરી ઉકેલ માટે પણ સાંભળવાની તક આપતા નથી.આવા સંજોગોમાં સંસ્થાનુ વેતન ન ચુકવવા નુ અને ફરજ સોંપણી બંધ કરવાનુ કૃત્ય સ્પષ્ટ રીતે ગેરકાયદેસરનુ હોવાથી ન્યાય નિર્ણય માટે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરી હતી.સાથે કંપની એ બાકી નીકળતી ચડત પગારની રકમ પણ ન ચુકવીને લેબર લોઝનો પણ ભંગ કરેલ છે.જે વહેલી તકે ચૂકવી આપવામાં આવે તે પ્રકારે કાર્યવાહી કરવા માંગ કરી છે.

જુઓ આ વિડીયો